અમદાવાદ: અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર વ્યક્તિગત સ્તરે લાખો રૂપિયાનું સૌથી મોટું ઐતિહાસિક દાન કરવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના મહિલાના મૃત્યુ બાદ તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ અમેરિકાથી આવ્યા અને સિવિલ હોસ્પિટલને રૂ.75 લાખનું દાન કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોંગ્રેસ હાઈકમાન્ડે વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું, આ નેતા પર ઉતારી પસંદગી
બહેનની લોકઉપયોગી થઈ શકે તેવું દાન કરવાની ઈચ્છા હતી
નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેન બીમાર રહેતા હતા. આથી તેમણે મૃત્યુ પહેલા વસિયત નામું લખાવ્યું હતું, જેમાં તેમણે ‘મિલકતનો મંદિરમાં નહીં પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો’. હાલમાં ઉર્વશીબહેનનું નિધન થઈ જતા તેમના ભાઈ નરેન્દ્રભાઈ અમેરિકાથી બહેનની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા હતા. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોકઉપયોગી થવાના સારા ઈરાદાથી રૂ.75 લાખનું દાન કર્યું હતું. જે અત્યાર સુધી સિવિલમાં વ્યક્તિગત રીતે કરાયેલું સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે.
ઉર્વશી બહેન સાડીની દુકાન ચલાવતા હતા
ખાસ વાત છે કે, ઉર્વશી બહેન સાડીની દુકાન ચલાવતા હતા અને જીવનભર એક-એક પાઈ ભેગી કરીને તેમણે ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. જોકે બીમારીના કારણે જાન્યુઆરીમાં જ તેમનું નિધન થયું હતું. જોકે જીવનના અંતિમ દિવસોમાં તેમણે લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઈચ્છા દર્શાવી હતી. જેને તેમના ભાઈએ પૂર્ણ કરી. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં આટલું મોટું દાન મળતા સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ પણ પરિવારનો આભાર માન્યો હતો.
ADVERTISEMENT