અમદાવાદઃ શહેરમાં અત્યારે બાળ તસ્કરી કરતી ગેંગનો આતંક વધી જવા પામ્યો છે. તેવામાં હવે અમદાવાદમાં નરોડા તથા ગોતામાં તરુણોને ઉઠાવી જતી ગેંગનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોમાં આ ગેંગના કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેવામાં આ ગેંગના 2 શખસોની ધરપકડ થતા આખા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. જાણો કઈ કઈ ઘટનાઓએ લોકોની આંખ ઉઘાડી…
ADVERTISEMENT
ભગવા પહેરીને શખસો બાળકોનું અપહરણ કરતા…
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ગેંગ ભગવા કપડા પહેરીને બાળકોને ઉઠાવતી હતી. તેવામાં નરોડા બાજુ એક 14 વર્ષીય કિશોરનો અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. 14 વર્ષીય કિશોર જ્યારે ટ્યૂશનથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેનું એક બાઈક ચાલકે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક મહિલા વચ્ચે આવી જતા બાળકનું અપહરણ થતા બચી ગયું હતું અને બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન 14 વર્ષીય બાળક ગભરાઈ ગયો હતો.
15 દિવસ અગાઉ ન્યૂ ગોતમાં ગેંગ હતી સક્રિય
ન્યૂ ગોતા વિસ્તારમાં પણ અપહરણ કરવા માટે ગેંગ સક્રિય થઈ હતી. તેવામાં 15 દિવસ અગાઉ ન્યૂ ગોતામાં 10 વર્ષના એક કિશોરી અને કિશોરનું અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. તેવામાં સ્થાનિકો વધુ એક્ટિવ થઈ ગયા હતા. જેથી કરીને ન્યૂ ગોતા વિસ્તારમાં પણ વાલીઓ ચેતી ગયા હતા. આ ટોળકી ઈકો ગાડીમાં આવી હતી પરંતુ આ ગેંગના એક શખસને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. જેના પરિણામે સ્થાનિકો તેને પોલીસને સોંપી દેતા બાળ તસ્કરી કરતી આ ગેંગનો પર્દાફાશ થઈ ગયો હતો.
ADVERTISEMENT