લગ્નના ફેરા ફરતા પહેલાં વરરાજાએ કર્યું મતદાન, લોકશાહીના નવા સૂત્ર વિશે કહ્યું…

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે અત્યારસુધી મીશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ લોકોની લાંબી કતારો લાગી…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે અત્યારસુધી મીશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે બાયડ ખાતે લગ્ન પહેલા વરરાજાએ મતદાન કરવાનું પસંદ કર્યું હતું. તેણે લગ્નના ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વની ઉજવણીને કરીને લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી.

પહેલા મતદાન પછી લગ્ન…
નોંધનીય છે કે બાયડના છાપરિયા ગામમાં વરરાજાએ લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન કરવાનું પસંદ કર્યું હતું. તેણે આ દરમિયાન ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પહેલા મતદાન કરીશ હું પછી જ લગ્ન કરીશ. આ સૂત્ર સાથે તેણે લોકોને પણ મતદાન કરવા માટે અપિલ કરી હતી.

14 જિલ્લાઓમાં કેટલું મતદાન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે 14 જિલ્લાઓમાં થનારા આ મતદાનના દિવસે 11 વાગ્યા સુધીમાં અંદાજીત મતદાનની ટકાવારી સામે આવી છે તે પ્રમાણે અમદાવાદમાં 16.95 ટકા, આણંદમાં 20.38 ટકા, અરવલ્લીમાં 20.83 ટકા, બનાસકાંઠામાં 21.03 ટકા, છોટાઉદેપુરમાં 23.35 ટકા, દાહોદમાં 17.83 ટકા, ગાંધીનગર 20.39 ટકા, ખેડામાં 19.63 ટકા, મહેસાણામાં 20.66 ટકા, મહિસાગરમાં 17.06 ટકા, પંચમહાલમાં 18.74 ટકા, પાટણમાં 18.18 ટકા, સાબરકાંઠામાં 22.18 ટકા જ્યારે વડોદરામાં 18.77 ટકા મતદાન નોંધાયું છે. આમ સૌથી ઓછું મતદાન અમદાવાદ જિલ્લામાં નોંધાયું છે જ્યારે સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં નોંધાયું છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp