અમદાવાદ: ગુજરાત વિધાનસભાન ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર મતદારને રિઝવવાના પ્રયાસો કરી રહી છે. મતદારો માટે સરકાર ધડાધડ નિર્ણયો લઈ રહી છે. ગુજરાતની જનતાની સુવિધા માટે વિવિધ પ્રોજેક્ટસના શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે યુવાનોને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકો માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ભરતી માટેની ઉમર મર્યાદા છૂટછાટની મુદત લંબાવી દેવામાં આવી છે.
ADVERTISEMENT
વયમર્યાદામાં છૂટછાટ
કોરોના મહામારીના કારણે દેશની રફતાર જાણે થંભી ગઈ હતી. આ દરમિયાન રાજ્ય સરકાર હેઠળની અનેક જગ્યાઓ પર સીધી ભરતી સ્થગિત કરવામાં આવી હતી. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં માહત્યમ વયમર્યાદા વટાવી ચૂક્યા હતા. જેમાટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી હતી. જેને ફરી લંબાવી દેવામાં આવી છે. લંબાવવામાં આવેલ વયમર્યાદામાં છૂટછાટ 1 સપ્ટે 2022 થી એક વર્ષ સુધી ભરતીમાં નિયમ લાગુ પડશે, 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી માટે નિયમ લાગુ પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT