હિરેન રવૈયા, અમરેલી: અમરેલી પંથકમાં છાશવારે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડયા છે. અમરેલી-સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરી આવ્યો ધરતીકંપનો આંચકો અનુભવ્યો છે. સતત ધરતીકંપના આંચકાથી મીતીયાળાની ધરતી ધ્રુજી ઉઠી છે.
ADVERTISEMENT
અમરેલી ગીર પંથકમાં છેલ્લા થોડા સમયથી ભૂકંપના આંચકાથી લોકો ડરી રહ્યા છે. આ દરમિયાન આજે ફરી એક વખત ભૂકંપએ લોકોને દોડટા કરી દીધા છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામ ફરી ધરતીકંપના આંચકાથી લોકોમા ફફડાટ ફેલાયો છે. આજે 07:42 મિનિટ આસપાસ ધરતીકંપનો એક આંચકો અનુભવાયો હતો. છેલ્લા એક માસમાં અનેક વખત આંચકા અનુભવતા મીતીયાળાના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
અમરેલી જિલ્લામાં ભૂકંપનો પ્રકોપ
થોડા સમય પહેલા સાવરકુંડલામાં માત્ર 20 જ મિનિટના સમયગાળા વચ્ચે એક પછી એક ત્રણ ભુકંપના આંકડાનો અનુભવ થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘરો અને બાળકો શાળાઓમાંથી તુરંત દોડીને બહાર આવી ગયા હતા. ભુકંપના સતત ત્રણ આંકચાઓએ સ્થાનીકોની ચિંતામાં વધારો કરી દીધો છે કારણ કે અહીં ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. પાકા મકાનોમાં પણ તિરાડ થઈ જતા લોકોના ચહેરા પર ભયની રેખાઓ દોડી આવી હતી.
એક મહિનામાં 30થી વધુ આંચકા
સાંવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરીથી ધરતીકંપ આવ્યો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં વધુ એક વખત ભુકંપ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આ મામલે સરપંચ મનસુખ મોલાડિયાનું કહેવું છે કે ગામમાં ભુકંપના આંચકા ઘણા આવે છે. આજે અમે બે આંચકા અનુભવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં 30થી વધુ આંચકા અનુભવાયા છે. સતત ગામમાં જાણે કે ભુકંપની અનુભૂતિ લોકોને ડરાવી રહી છે. જોકે તિવ્રતા એટલી ભયાનક અત્યાર સુધી તો દેખાઈ નથી પરંતુ નાના આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. કોઈ મોટી ઘટનાના અણસાર તો નથી ને તે પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
ADVERTISEMENT