હિતેશ સુતરીયા,અરવલ્લી: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન પોલીસ તંત્ર પર અનેક વખત આંગળી ઉઠી છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્ર પર આંગળીઓ ઉઠી છે. અરવલ્લી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ટાઉન વિસ્તારોમાં તોડ પાણીની ગંભીર ફરિયાદ થતાં ટાઉન પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી તેમ સૂત્રો પાસેથી માહિતી મળી છે.
ADVERTISEMENT
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. પોલીસવડા સંજય ખરાત સમક્ષ બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધની ગંભીર ફરિયાદને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી જિલ્લા હેડક્વાર્ટર મોડાસા ખાતે દોલતસિંહ અને નરેન્દ્રસિંહ નામના બે પોલીસ કર્મીઓ ની બદલીના આદેશ કરવામાં આવ્યા છે તેવિ માહિતી મળી રહી છે . પોલીસ વડા સંજય ખરાતની ફરજ પ્રત્યેની નિષ્પક્ષ અને કડક છાપ ધરાવે છે. મોડાસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, મારામારી, દેહ વેપાર સહિત અનેક ગુનાખોરીનું પ્રમાણ વધતા ટાઉન પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે. પોલીસે વાડા સંજય ખરાતે તાત્કાલિક સસરથી બેંને પોલીસ કર્મીઓ ને હેડક્વાર્ટર ખાતે બદલી કરી હોવાનું સંબધિત પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પીઆઇની પણ બદલી થવાની અટકળો
એક તરફ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધઇ રહ્યું છે ત્યારે બીજી તરફ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીની ટાઉન વિસ્તારોમાં તોડ પાણીની ગંભીર ફરિયાદ થતાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી તેવું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન ટાઉન પીઆઇ ની પણ બદલી થવાની અટકળો તેજ બની છે. બે પોલીસ કર્મીની તાત્કાલિક અસરથી બદલી થતાં ખળભળાટ મચી ગયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT