અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી જીત દાખવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રી મંડળના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. એટલું જ નહીં 12 ડિસેમ્બરના દિવસે તેઓ ભવ્ય રોડ શો પણ કરી શકે છે. અહેવાલો પ્રમાણે સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યા હતા અને મંત્રીમંડળને લઈને ચર્ચા વિચારણા કરી હતી. હવે શપથ ગ્રહણ દરમિયાન વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાય એવા અહેવાલો મળી રહ્યા છે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી જીતની ઉજવણી કરશે!
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત પછી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં તેઓ ભાગ લે તેવા એંધાણ જણાઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો કરી શકે છે.
મંત્રી મંડળના શપથ ગ્રહણ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના નવા મંત્રી મંડળ 12 ડિસેમ્બરે શપથ લેશે. નોંધનીય છે કે હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે તેઓ 12 વાગ્યે શપથ લઈ શકે છે. જ્યાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપી શકે છે.
ADVERTISEMENT