લંડન: બ્રિટનના નવા કિંગ ચાર્લ્સ આજે શુક્રવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. ન્યૂઝ એજન્સી મુજબ તેમના પ્રવક્તાએ જાણકારી આપી કે બ્રિટનના નવા રાજાનું પહેલું સંબોધન ક્વીન એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II)નિધન પર આધારિત હશે. કહેવાઈ રહ્યું છે કે, આગામી કેટલાક દિવસો સુધી બ્રિટનમાં મહારાણીના અંતિમ સંસ્કાર અને કિંગ ચાર્લ્સ-III ના રાજ્યાભિષેકની તૈયારીઓ જોવા મળશે.
ADVERTISEMENT
જાણકારી મુજબ શુક્રવારે બંદૂકની સલામી આપવામાં આવશે. સાથે જ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા લંડન આવીને પ્રધાનમંત્રી લિઝ ટ્રસ સાથે લોકોને સંબોધિત કરશે. જ્યારે નવા રાજાની ઔપચારિક જાહેરાત માટે ઔપચારિક સભાનું આયોજન શનિવારે થઈ શકે છે.
આ દેશોના રાષ્ટ્ર પ્રમુખ હતા ક્વીન એલિઝાબેથ
ક્વીન એલિઝાબેથ 15 દેશના રાષ્ટ્ર પ્રમુખ તરીકે માન્યતા ધરાવતા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, એન્ટીગુઆ અને બરબુડા, બાહામાસ, બેલિઝ, ગ્રેનેડા, જમૈકા, પપુઆ ન્યૂ ગુનિયા, સેન્ટ લુસિયા, સોલોમન ટાપુ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, અને સેન્ટ વિન્સેટ એન્ડ ગ્રાનેડાઈન્સ શામેલ છે.
હવે કિંગ ચાર્લ્સ બનશે આ દેશોના પ્રમુખ
નોંધનીય છે કે, 73 વર્ષના ચાર્લ્સ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝિલેન્ડ સહિત 15 અન્ય ક્ષેત્રોના પણ પ્રમુખ બની ગયા છે. શાહી પરિવારના નિયમો મુજબ ચાર્લ્સને જ એલિઝાબેથ દ્વિતીયના ગયા બાદ જવાબદારી સંભાળવાની હતી. ઉલ્લેખનીય છે કે ક્વીન અલિઝાબેથ દ્વિતીયએ માત્ર 25 વર્ષની ઉંમરે સત્તા સંભાળી હતી. તેમના પિતા King George VIના નિધન બાદ અલિઝાબેથ મહારાણી બની ગઈ હતી. 70 વર્ષ તેમણે શાસન કર્યું અને ઘણા પ્રધાનમંત્રીઓને આવતા અને જતા જોયા.
96 વર્ષની વયે બ્રિટનના મહારાણીનું નિધન થયું
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર રહ્યા હતા. બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાણી એલિઝાબેથનું બાલમોરલ ખાતે દુખદ અવસાન થયું છે.
ADVERTISEMENT