પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતના મોત બાદ પત્નીઓએ આખો દેશ માથે લીધો

લાહોર : પાકિસ્તાનના ટીવી હોસ્ટ અને સાંસદ આમિર લિયાકત હુસૈનના મોતના આશરે 6 મહિના બાદ તેમની પત્નીઓ આંતરિક રીતે લડી રહી છે. લિયાકતની પહેલી પત્ની…

gujarattak
follow google news

લાહોર : પાકિસ્તાનના ટીવી હોસ્ટ અને સાંસદ આમિર લિયાકત હુસૈનના મોતના આશરે 6 મહિના બાદ તેમની પત્નીઓ આંતરિક રીતે લડી રહી છે. લિયાકતની પહેલી પત્ની બુશરા ઇકબાલે તેમની ત્રીજી પત્ની દાનિયા શાહ પર હુમલો કરતા કહ્યું કે, આ પ્રકારની યુવતીઓને સજા મળે તે ખુબ જ જરૂરી છે. પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત જુન 2022 માં પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના અનુસાર તેમના રૂમમાં એક જનરેટરના કારણે ધુમાડો ભરાઇ ગયો હતો અને તેમનું મોત શ્વાસ રુંધાવાને કારણે થયું હતું.

પાકિસ્તાન ફેડર એજન્સી આમિર લિયાકતની પુછપરછ હાથ ધરી
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) દ્વારા આમિર લિયાકતના મોતના મુદ્દે પુછપરછ કરવા માટે 15 ડિસેમ્બર 2022 ના રોજ દાનિયા શાહની ધરપકડ કરવામાં આવી હતી. આમિરના મોત પહેલા તેમનો એક પ્રાઇવેટ વીડિયો લીક થઇ ગયો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ વીડિયો તેમની ત્રીજી પત્ની દાનિયા શાહે લીક કર્યો હતો.

દાનિયા શાહની ધરપકડ પહેલા વાયરલ વીડિયોનો મુદ્દો ચગ્યો
દાનિયા શાહની ધરપકડ મુદ્દે આમિરની પહેલી પત્ની બુશરા ઇકબાલનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બુશરા કહી રહી છે કે, આ ધરપકડના કારણે ખુબ જ સંતુષ્ટ છે. બુશરાએ આગળ કહ્યું કે, આમિરના પ્રાઇવેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા માટે દાનિયાને જરૂર સજા મળવી જોઇએ. બુશરાએ કહ્યુ કે, આમિરની કોઇ જ ભુલ નહોતી તેની સાથે ખુબ અન્યાય થયો છે.

સંપત્તી માટે લગ્ન અને હત્યાનો પુર્વ પત્નીનો આક્ષેપ
એક દિવસ પહેલા કરાંચીની લોકલ કોર્ટે દાનિયાના ફિઝિકલ રિમાન્ડ માટે ફરિયાદની દલિલને ફગાવી દીધી હતી. તેના પતિ આમિર લિયાકતના પ્રાઇવેટ વીડિયોઝ સોશિયલ મીડિયા પર નાખવા બદલ તેને 14 દિવસની રિમાન્ડ પર મોકલી હતી. જો કે બુશરાએ કહ્યું કે, આ પ્રકારની યુવતીઓને સજા મળવી જોઇએ અને આ જ મામલો તમામ લોકો માટે એક ઉદાહરણ બનવું જોઇએ કે પાકિસ્તાનમાં પણ કાયદાઓ છે. બુશરાએ કહ્યું કે, એવા વીડિયો બનાવવામાં કોઇ અન્યની સંડોવણીની શક્યતા નથી કારણ કે આ પ્રકારના વીડિયોમાં કોઇ ત્રીજી વ્યક્તિ હોઇ શકે નહી.

    follow whatsapp