અમદાવાદઃ કોવિડ મહામારીએ ફરી એકવાર માથુ ઉંચક્યું છે. ચીનમાં અત્યારે જેવી રીતે કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. એને જોતા સમગ્ર વિશ્વમાં ફરીથી ફફડાટ થઈ ગયો છે. અત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં પણ કોવિડ અંગે બેઠકો મળવાની શરૂ થઈ ચૂકી છે. ત્યારે ICMRના વિશિષ્ઠ વૈજ્ઞાનિક સમીરને વિવિધ દાવાઓ કર્યા છે. ચલો આપણે એના પર નજર કરીએ…
ADVERTISEMENT
કોવિડના કેસ ઝડપથી વધ્યા..
અત્યારે ચીનમાં કોરોના મહામારીનો પગપેસારો થઈ ગયો છે. સમીરને દાવો કર્યો છે કે આગામી 3 મહિનામાં તો ચીનની 60 ટકા વસતિ કોવિડથી સંક્રમિત થઈ જશે. આના કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ થઈ ગયો છે. તેવામાં તેમણે જણાવ્યું હતું કે ભારત સહિત અન્ય દેશોમાં આની અસર જુદી જુદી હશે. પરંતુ ચીનમાં જે થઈ રહ્યું છે એનું મોનિટરિંગ આવશ્યક છે.
ચીનમાં ઝીરો કોવિડ પોલીસી રહી છે. એટલે ઘણી વસતિ બચી ગઈ છે. વૈજ્ઞાનિક સમીરને જણાવ્યું હતું કે એ પણ વાત માની લેવી જોઈએ કે હવે કોરોના આપણા સાથે જ રહેશે. પરંતુ આ દરમિયાન જોખમ કિડની, લીવરની મુશ્કેલીઓ વેઠતા હોય, હાયપર્ટેન્શન અથવા વડીલોને ખાસ કાળજી રાખવી જોઈએ.નોંધનીય છે કે કોવિડનો પગપેસાર પછી દરેક દેશમાં અલગ અલગ સ્થિતિ છે. હવે આગામી સમયમાં એ જોવું રહ્યું કે મૃત્યુઆંક કાબૂમાં રાખી કેવી રીતે આ વાઈરસને પહોંચી શકાશે.
ADVERTISEMENT