હિતેશ સુતરિયા, અરવલ્લીઃ સમગ્ર દુનિયામાં કોરોનાની સ્થિતિ ફરીથી સામે આવી રહી છે. ત્યારે હવે ગુજરાત પણ કોવિડ મહામારીને પહોંચી વળવા માટે સતર્ક થઈ ગયું છે. જોકે આ દરમિયાન મોડાસાની કોવિડ હોસ્પિટલનો ગ્રાઉન્ડ રિપોર્ટ ગુજરાત તકે કર્યો હતો. જેમાં કોવિડની સ્થિતિને લઈને હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે છતી થઈ ગઈ હતી. અહીં ઓક્સિજન પ્લાન્ટ સહિત બેડો પણ ધૂળ ખાઈ રહ્યા હતા. આ ગુજરાત તકના અહેવાલની અસરથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
1 દિવસમાં હોસ્પિટલની કાયાપલટ
ગઈકાલ સુધીની વાત કરીએ તો મોડાસા કોવિડ હોસ્પિટલનો અહેવાલ પ્રકાશિત થયો એ પહેલા તેની સ્થિતિ ખરાબ હતી. પરંતુ અહેવાલ પ્રકાશિત થયો પછી તંત્ર સફાળું જાગી ગયું હતું. એટલું જ નહીં હોસ્પિટલની સાફ સફાઈની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.
વાંચો ગુજરાત તકનો એ અહેવાલ…
ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે
એક તરફ કોરોનાની પરિસ્થિતિ સામે આવે ત્યાં જ લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે ત્યારે બીજી તરફ ઓક્સિજન હોસ્પિટલના બેડ સહિતની વસ્તુઓ માટે લાંબી લાઈનો યાદ આવી પહોંચે છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાની હોસ્પિટલ કોરોનાની આવેલી ચાર વેવમાં પણ નથી સુધી અને આ પંચમી વેવ આવી રહી છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે અને હોસ્પિટલની અંદર ધૂળ ની ડમરીઓ જોવા મળી આ તમામ વસ્તુઑ તંત્રની બેદરકારીની ચાડી ખાય છે.
ADVERTISEMENT