અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા દાવ પેચ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હવે જુના વિડીયો શેર થવાનો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ ત્યાર બાદ ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો શેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જુના વિડીયો શેર થવા લાગ્યા છે જેમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું. ત્યારે બાદ ગોપાલ ઇટાલિયાના પણ વિડીયો વાઇરલ થયા જેમાં ઇટાલિયાની દિલ્હીમાં પૂછપરછ થઈ અને હવે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને કહ્યું કે કેજરીવાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે “દેશદ્રોહી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમે એક નજર નાખો હવે કેજરીવાલે શું જવાબ આપવાનો છે?
કેજરીવાલ આ વિડીયોમાં બોલી રહ્યા છે કે, મોદીએ આતંકવાદી સાથે સેટિંગ કર્યું છે. હવે તેની પોલ ખોલવાની જરૂરૂ છે. મોદી દેશદ્રોહી છે.
ADVERTISEMENT