ભારતીય નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાની પરિવારે પ્રથમ વખત ભારતમાં રાજકોટમાં કર્યું મતદાન

નીલેશ શિશાંગિયા, રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્રણ કલાકમાં 11 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. 89 બેઠકો પર…

gujarattak
follow google news

નીલેશ શિશાંગિયા, રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્રણ કલાકમાં 11 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. 89 બેઠકો પર ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે મતદાન મથકો પર મતદાતાઓની કતાર જોવા મળી રહી છે. આ દરમિયાન રાજકોટમાં પાકિસ્તાનના હિન્દુ પરિવારના લોકોએ ભારતમાં પહેલીવાર ગુજરાતની ચૂંટણીમાં મતદાન કર્યું છે.

પાકિસ્તાનના હિન્દુ પરિવારના લોકોએ ભારતમાં પહેલીવાર મતદાન કર્યું. પાકિસ્તાન છોડીને ઘણા વર્ષોથી આ પરિવાર  રાજકોટમાં રહેતો હતો, પરંતુ તેમને મતદાન કરવાનો અધિકાર મળ્યો ન હતો.  2022ની આ વિધાનસભાની ચૂંટણીમાં, પાકિસ્તાની પરિવારના 6 લોકોએ પહેલીવાર પોતાનો વોટ આપ્યો છે. તે લોકો કહે છે કે અમને ભારત ગમે છે, ભારત સરકાર અને ગુજરાત સરકારે અમારો અવાજ સાંભળ્યો, અમને ભારતની નાગરિકતા આપી.  તે અમારા માટે પૂરતું છે.

રાજકોટમાં પ્રથમ વખત મતદાન કરનાર પાકિસ્તાન બાદ ભારતની નાગરિકતા મેળવનાર લોકોના નામ
1. રામભાઈ માતંગ
2. લખમાબાઈ માતંગ
3. અંજલિ માતંગ
4. આરતી માતંગ
5. બાલબાઈ માતંગ
6. કેસઇબાઈ માતંગ

    follow whatsapp