અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે આવેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપની 156 સીટથી જંગી જીત થઈ છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીને આટલી સીટ મળી છે. ત્યારે ભાજપની આ જીત માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ સુંદર લાલ ઉર્ફે મયુર વાકાણીએ માનતા રાખી હતી. ભાજપની જીત થતા જ તેઓ ચાલતા માનતા પુરી કરવા માટે નીકળી પડ્યા હતા.
ADVERTISEMENT
મયુર વાકાણીએ ભાજપની જીતની શુભેચ્છા પાઠવી
મયુર વાકાણીએ એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. જેમાં તેઓ વીડિયોમાં રોડ પર ચાલતા દેખાઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આજની ઘડી રે રળિયામણી રે લોલ. આ માન્યામાં ન આવે તેવી જીત છે. ન ભૂતો ન ભવિષ્યતી. ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે, ગુજરાતની જનતા હંમેશા સત્યની સાથે છે, વિકાસની સાથે છે. PM મોદીએ જે વિકાસની રૂપરેખા તૈયાર કરી છે, તેમના સ્વપ્નનું ગુજરાત બનાવ્યું છે, ગુજરાત વધુ સુંદર બને તે માટે સૌ ગુજરાતીઓ આજે કટિબદ્ધ થયા અને આટલા બધા કમળ એકસાથે ભાજપની ઝોળીમાં મૂકી દીધા છે.
75 કિ.મી ચાલીને માતાજીના દર્શને નીકળ્યા
તેઓ આગળ કહે છે કે, ભાજપની આ રેકોર્ડબ્રેક જીતથી અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિલોમીટરની પગપાળા એક લાગણીઓના ભાગ રૂપે યાત્રા આરંભી છે. મને ખૂબ આનંદ છે કે હું એવા ગુજરાતીઓમાંથી એક છું જે હંમેશા ગુજરાતના વિકાસની રૂપરેખા માટે તત્પર છે. માતાજીના ચરણોમાં શિશ ઝુકાવીશ અને ગુજરાત વધુને વધુ મજબૂત થઈને બહાર આવે એવા હું આશિષ માગીશ.
ADVERTISEMENT