ઉમેદવારોની યાદી જાહેર થતા ભાજપમાં ખટરાગ, ટિકિટ ન મળેલા નેતાના સમર્થકોમાં નારાજગી..

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. તેવામાં હવે ભાજપ દ્વારા પસંદ કરાયેલા 160 ઉમેદવારોની યાદી પણ બહાર પડી ગઈ છે. ઉલ્લેખનીય છે…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. તેવામાં હવે ભાજપ દ્વારા પસંદ કરાયેલા 160 ઉમેદવારોની યાદી પણ બહાર પડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આમાં ઘણા દિગ્ગજ નેતાઓને પણ ટિકિટ ન મળી હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે બાયડ બેઠક માટે ધવલસિંહ ઝાલાનું નામ જાહેર ન થતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહીં બાયડથી ઉમેદવાર તરીકે ભાજપે મેદાનમાં ઉતારેલા ભીખીબેન પરમારનો સખત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આના પરિણામે બાયડમાં ભાજપની અંદર જ ખટરાગ સામે આવ્યો છે.

ઘવલસિંહના સમર્થકોમાં ભારે રોષ પ્રસર્યો…
બાયડ બેઠક પરથી સૌથી મજબૂત દાવેદાર ગણાતા એવા ધવલસિંહ ઝાલાને ટિકિટ મળી નથી. તેમનું પત્તુ કપાઈ જતા ઠાકોર સેનામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે ધવલસિંહ ઝાલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ પણ છે.

ઝાલા કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે
ધવલસિંહ ઝાલાને ટિકિટ ન મળતા ઠાકોર સેના ખુબ જ નારાજ છે. તેવામાં જણાવી દઈએ કે ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. જોકે ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ તેમની કોંગ્રેસના જશુ પટેલ સામે કારમી હાર થઈ હતી. હવે આ ટર્મની ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. તથા ખટરાગ સામે આવી રહ્યો છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp