MLA બન્યા પછી દિગ્ગજ નેતા ક્રિકેટ રમવા પહોંચ્યા, પરિણામો બાદ અલગ અંદાજે જોવા મળ્યા

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતીથી પોતાની સરકાર બનાવી લીધી છે. ત્યારે ધારાસભ્ય બન્યા પછી ભાજપના પ્રવીણ માળી હળવા અંદાજમાં જોવા…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતીથી પોતાની સરકાર બનાવી લીધી છે. ત્યારે ધારાસભ્ય બન્યા પછી ભાજપના પ્રવીણ માળી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ ડીસાના યુવાનો સાથે ક્રિકેટ રમી રહ્યા હોવાનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ચૂંટણીના પડઘમ વચ્ચે અને દોડધામ સમયે ડીસાના ધારાસભ્યનો આ અંદાજ ઘણો ચર્ચિત થયો છે.

જન સંવાદ પછી ક્રિકેટની મજા…
ચૂંટણીના પડઘમ વચ્ચે દિગ્ગજ નેતાઓ સતત જનતાની પડખે ઉભા રહ્યા હતા. તેઓ આ વિધાનસભા ચૂંટણીના ત્રિપાંખીયા જંગમાં તમામ રાજકીય પાર્ટી મહેનત કરતી નજરે પડી હતી. ત્યારે લગભગ એક મહિના સુધી સતત જનસંવાદ અને પ્રચાર પછી ચૂંટણીના પરિણામો આવતા નેતાઓએ પણ થોડો હળવો અંદાજ દર્શાવ્યો હતો. ધારાસભ્ય બન્યા પછી પ્રવીણ માળી ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. અહીં તેઓ ડીસાના યુવાનો સાથે મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચ્યા હતા.

37 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ભાજપે કોંગ્રેસનો 37 વર્ષ જૂનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી150 થી વધુ બેઠકોનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 1985માં માધવસિંહ સોલંકી હેઠળ કોંગ્રેસને રેકોર્ડ 149 બેઠક મળી હતી, જ્યારે ભાજપને 11 સીટ મળી હતી. આ રેકોર્ડ હજી સુધી તૂટ્યો નહોતો. 37 વર્ષ બાદ 2022ની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી આ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે.

With Input: ધનેશ પરમાર

    follow whatsapp