અંબાજીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતરી ગઈ છે. આ દરમિયાન પાર્ટીએ યુવાનોને આકર્ષવા માટે 27 જિલ્લામાં એક યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેને યુવા પરિવર્તન યાત્રા કહેવાય છે. નોંધનીય છે કે અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સઈગામ સુધી આ યાત્રાનું આયોજન કરાશે. જેને 2 ફેઝમાં વિભાજિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ હાજરી આપશે. આ યાત્રા માતાજીના દર્શન કર્યા પછી સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
ADVERTISEMENT
નોકરી અને બેરોજગારીનો મુદ્દો સર્વોપરી
ગુજરાતના યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસ સરકાર દ્વારા રોજગારી અને બેરોજગારી મુદ્દે યાત્રા નિકાળવામાં આવશે. જે 2100 કિલોમીટર સુધી ફરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફિક્સ વેતન, LRD સહિતના આંદોલનો ચાલી રહ્યા છે. જેનાથી કોંગ્રેસ યુવાનોને રાજી કરવા માટે આગેકૂચ કરશે. આ લાંબી યાત્રામાં બાઈક રેલી, જાહેર સભા અને મશાલ રેલીનું આયોજન પણ કરાશે.
યુવાનોને કોંગ્રેસ પ્રત્યે આકર્ષવાની નીતિ
‘યુવા પરિવર્તન યાત્રા’ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપના શાસનમાં ગુજરાતના યુવાનોએ ઘણુ બધુ સહન કરવું પડ્યું છે. અત્યારે એકબાજુ કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા યુવાનોનું સુનિયોજીત શોષણ કરાઈ રહ્યું છે. તેવામાં 20થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવાના કારણે ગુજરાતના યુવાનો પણ હવે ભાજપના શાસનથી કંટાળી ગયા છે.
ADVERTISEMENT