વિસનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના પ્રાચીન મહાદેવના મંદિરનો જિર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાળીનાથ મહાદેવના મંદિરની 900 વર્ષ જૂના કાયાકલ્પ કરવામાં આવશે. આના માટે ગુજરાતના મુખ્યમંત્રીએ સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવીને તડામાર તૈયારીઓ હાથ ધરવા આદેશ આપ્યો છે. આના માટે 5.32 કરોડ રૂપિયાના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મહાદેવના મંદિરના વિકાસમાં PM મોદીના રસ્તે CM ભૂપેન્દ્ર પટેલ
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે કાશિવિશ્વનાથ કોરિડોર નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ દરમિયાન 352 વર્ષ પછી આ કાશિવિશ્વનાથના જિર્ણોદ્ધાર કરાવવા માટે નરેન્દ્ર મોદીની પહેલ મહત્ત્વપૂર્ણ રહી હતી. તેવામાં ગુજરાતમાં સ્થિત વાળીનાથ મહાદેવના પ્રાચીન મંદિરનો જિર્ણોદ્ધાર કરવા માટે ભૂપેન્દ્ર પટેલે 5.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી છે. નોંધનીય છે કે આ નિર્ણયને રબારી સમાજે પણ આવકાર્યો છે.
900 વર્ષ જૂના મહાદેવના મંદિરનો જિર્ણોદ્ધાર
વિસનગરમાં વાળીનાથ અખાડામાં 900 વર્ષ જૂનું ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વિરમગીરી મહારાજ દ્વારા રબારી સમાજની ગુરૂગાદીની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રબારી સમાજમાં આ ગુરૂગાદીનું અલગ જ મહાત્મ્ય છે. તેવામાં આ જગ્યાના વિકાસ અર્થે રોડ, સુવિધા શેડ, પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરાશે.
વડાપ્રધાન મોદીએ 352 વર્ષ પછી કાશી વિશ્વનાથના જિર્ણોદ્ધાર શરૂ કર્યો
કાશી વિદ્વત પરિષદના મહાસચિવ અને BHUના SVDVના પ્રોફેસર રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું કે 352 વર્ષ પહેલા રાણી અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મહારાજા રણજીત સિંહે બાબા વિશ્વનાથને મંદિરની ટોચ પર સોનાની પરત ચઢાવીને ભવ્યતા આપી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથને સાંકડી અને દુર્ગંધવાળી શેરીઓમાંથી બહાર કાઢીને ભવ્ય રૂપ આપવાનું કામ કર્યું છે.
કાશી વિશ્વનાથ ધામના નિર્માણ દરમિયાન દબાણની સૌથી જટિલ પ્રક્રિયા હતી. 700થી વધુ નાના-મોટા દુકાનદારો, પરિવારો કે જેઓ આ મંદિરની આસપાસની સાંકડી શેરીઓમાં પેઢીઓથી વસી ગયા હતા. આવા તમામ લોકોની પ્રોપર્ટીનું જીઓ-ટેગીંગ કરીને તેમની પ્રોપર્ટીની સંપૂર્ણ વિગતો એકત્ર કરવામાં આવી હતી. ધામની ડિઝાઇન મુજબ ચિહ્નિત 55,000 ચો.મી.માં રહેતા 315 મકાન માલિકોનો સંપર્ક કર્યો. વળતરથી લઈને બાંધકામ સુધીની સમગ્ર પ્રક્રિયામાં લગભગ 600 કરોડનો ખર્ચ થયો હતો.
ADVERTISEMENT