મોરબીઃ આજથી એક મહિના પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022એ મોરબીનો 140થી વધુ વર્ષ જૂનો ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. પુલ પર હાજર મોટાભાગના લોકો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે સદનસીબે થોડા ઘણા લોકો જીવ બચાવી શક્યા હતા. તેવામાં ઝૂલતા પુલ દુર્ઘટનાનાં મૃતકોની આત્માની શાંતિ માટે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આની સાથે કોંગ્રેસના ઉમેદવારે સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
દુર્ઘટનાગ્રસ્તોની આત્માની શાંતિ માટે હવન…
મોરબી વિધાનસભા સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા આજે સવારે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા દુર્ઘટનાગ્રસ્તોની શાંતિ માટે આ ખાસ યજ્ઞ કરાયો છે. નોંધનીય છે કે મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત નીપજ્યા હતા. આના કારણે ઘણા પરિવારો પિંખાઈ ગયા હતા. તેથી મૃતકોમાં આ ઘટના પછી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ ઉમેદવારે કહ્યું…
જયંતિભાઈ પટેલે કહ્યું કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે 1 મહિનાનો સમય થયો છે. આના માટે દુર્ઘટનાગ્રસ્તોની આત્માને શાંતિ મળે એના માટે અમે આ યજ્ઞ કર્યો છે. મૃતક પરિવારને આશ્વાસન મળે એના માટે શાંતિ હવન અને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે મૃતક પરિવારોને સરકાર તરફથી કોઈપણ પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું નથી. તેથી અમે પ્રથમ માસિક પુણ્યતીથિ નિમિત્તે આ યજ્ઞ કરાવ્યો છે.
With Input: રાજેશ આંબલિયા
ADVERTISEMENT