નવી દિલ્હી : શ્રદ્ધા મર્ડર કેસના મુખ્ય આરોપી આફતાબની વાન પર દિલ્હીમાં હુમલો થયો હતો. હાલ આરોપી આફતાબ એફએસએલ કાર્યાલયની બહાર વાનમાં બેસીને નિકળ્યો હતો. ત્યારે આશરે 15 લોકોએ ગાડી પર હૂમલો કરી દીધો હતો. મળતી માહિતી અનુસાર લોકો તેમની વાનની બહાર તલવારો લઇને ઉભા હતા. લોકોમાં શ્રદ્ધા મર્ડર કેસમાં ત્યાર બાદથી જ આફતાબ બાદ ભારે ગુસ્સો છે. આ હુમલાખોર વાનમાં ઘુસવાનો પણ પ્રયાસ કર્યો હતો. ગાડીમાંથી હથોડો અને ચાર પાંચ તલવારો પણ મળી હતી.
ADVERTISEMENT
શ્રદ્ધાના 35 ટુકડા કર્યા અમે તેના 70 ટુકડા કરી નાખીશું
હુમલાખોરોએ કહ્યું કે, જો કોઇ આવું કરે છે તો અમે તેમને છોડીશું નહી. શ્રદ્ધા વોલકરના મર્ડરનો આરોપી આફતાબ અમીન પુનાવાલા પોલીગ્રાફ ટેસ્ટ માટે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (FSL) લાવવામાં આવ્યા હતા. જ્યાં કેટલાક હુમલાખોરોએ તેમના પર તલવારોથી હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો.
વાનને ઘેરી તલવાર હથોડાથી હુમલો, પોલીસે એર ફાયર કર્યું
વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, લોકો તેમની વાન પાછળ તલવારો લઇને દોડ્યા અને તેની બહાર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરો સંપુર્ણ પ્લાનિંગ સાથે આવ્યા હતા. ગાડીમાં પણ કોઇ હથિયારો રખાયા હતા. આફતાબ હાલ તો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસને આફતાબને બચાવવા માટે સરકારી રિવોલ્વર દ્વારા એરફાયર કરાયું હતું. હાલ તો પોલીસ દ્વારા હુમલાખોરોની ધરપકડ કરી લેવાઇ છે.
ADVERTISEMENT