નવી દિલ્હી : એક અહેવાલ મુજબ અદાણી પાવરના પ્રમોટર્સે આ ડીલમાં શેર વેચ્યા છે અને વૈશ્વિક ફંડે આ હિસ્સો ખરીદ્યો છે. રિપોર્ટ અનુસાર આ ડીલની કિંમત 9,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. બુધવારે અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરના શેરમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 4 ટકાથી વધુ ઘટ્યા હતા.
ADVERTISEMENT
બજાર બંધ થાય તે પહેલા રિકવરી પણ જોવા મળી
જો કે બજાર બંધ થાય ત્યાં સુધી થોડી રિકવરી જોવા મળી હતી અને શેર 2.17 ટકાના ઘટાડા સાથે રૂ. 279 પર બંધ થયો હતો. હકીકતમાં, અહેવાલો સામે આવી રહ્યા છે કે એક મોટી ડીલમાં કંપનીએ અદાણી પાવરના લગભગ 31 કરોડ શેર વેચ્યા છે. આ અદાણી પાવરની કુલ ઈક્વિટીના 8.1 ટકા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ સોદો રૂ. 9,000 કરોડમાં થયો હતો. આ સોદામાં અદાણી પાવરના પ્રમોટર્સે શેર વેચ્યા છે, અને વૈશ્વિક ફંડે આ હિસ્સો ખરીદ્યો છે.
રિપોર્ટ અનુસાર ડીલની કિંમત 9000 કરોડથી વધારે હોવાનું સામે આવ્યું
રિપોર્ટ અનુસાર આ ડીલનું મૂલ્ય રૂ. 9,000 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. જૂન ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, અદાણી પાવરમાં પ્રમોટરોનો હિસ્સો લગભગ 74.97 ટકા હતો. પ્રમોટરો દ્વારા વેચવામાં આવેલ આ બ્લોક ડીલમાં ગ્લોબલ ફંડે લગભગ એક અબજ ડોલરમાં તેનો હિસ્સો ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની આ કંપનીઓ માર્કેટમાં છે. ગૌતમ અદાણી ગ્રુપની કુલ 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ પ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મર, અદાણી પાવર, અંબુજા સિમેન્ટ, એસીસી સિમેન્ટ અને એનડીટીવી લિમિટેડ.
અદાણીની આ કંપનીના વાર્ષિક લેખાજોખા
કેવા રહ્યા ત્રિમાસિક પરિણામો વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) અદાણી પાવરનો નફો 83.3 ટકા વધીને રૂ. 8,759.42 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 4,779.86 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ. 18,109.01 કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 15,509 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીનો ખર્ચ ગત વર્ષના રૂ. 9,642.80 કરોડથી ઘટીને રૂ. 9,309.39 કરોડ થયો હતો. અદાણી પોર્ટ્સમાં ફેરફાર અને આ પહેલા અદાણી પોર્ટ્સ અને અદાણી જૂથની અન્ય કંપની સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે જણાવ્યું હતું કે, જૂથ સાથે સંબંધિત બે એન્ટિટી બે મહિના દરમિયાન અદાણી પોર્ટ્સમાં 2 ટકાથી વધુ હિસ્સો ખરીદ્યો છે. ડેટા અનુસાર, રિસર્જન્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્વેસ્ટમેન્ટ DMCC એ અદાણી પોર્ટ્સમાં કુલ 4,38,07,500 શેર્સ એટલે કે 2.03 ટકા હિસ્સો ખરીદ્યો છે. જેના કારણે ગ્રુપમાં પ્રમોટરનો હિસ્સો હવે 63.06 ટકા છે.
ADVERTISEMENT