Rituraj Singh Passes Away: ટેલિવિઝનના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Actor Rituraj Singh Passes Away: પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. તેમણે 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

Actor Rituraj Singh Passes Away

Actor Rituraj Singh Passes Away

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન

point

હાર્ટ એટેકના કારણે ઋતુરાજ સિંહનું નિધન

point

અનેક સિરિયલો અને ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Actor Rituraj Singh Passes Away: પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. તેમણે 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકના કારણે ઋતુરાજ સિંહનું નિધન થયું છે. અભિનેતાના મિત્ર અમિત બહલે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

અનુપમા સિરિયલમાં ભજવી રહ્યા હતા મુખ્ય ભૂમિકા

 

આ દિવસોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી ફેમ સિરિયલ અનુપમામાં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. આ સિવાય તેઓ હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરિઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'માં પણ જોવા મળ્યા હતા. આમાં તેમણે આતંકવાદીની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ જોવા મળ્યા હતા.

શાહરૂખ ખાન સાથે કરી ચૂક્યા છે કામ 

 

તમને જણાવી દઈએ કે, 90ના દાયકામાં અભિનેતાએ રિયાલિટી ગેમ શો 'તોલ મોલ કે બોલ' હોસ્ટ કર્યો હતો. તેમણે શાહરૂખ ખાન સાથે તેમની પ્રખ્યાત ફિલ્મો 'ડર' અને 'બાઝીગર'માં પણ કામ કર્યું છે. 1993માં તેમણે ઝી ચેનલ પર પ્રસારિત થતા શૉ 'બનેગી અપની બાત'માં પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી. 

આ સિરિયલમાં પણ ભજવી ચૂક્યા છે મહત્વની ભૂમિકા 

 

આ સિવાય અભિનેતાએ જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઈ, આહટ ઔર અદાલત, દિયા ઔર બાતી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વગેરે જેવી સિરિયલોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
 

    follow whatsapp