… ગયું એક્ટિવા ખાડામાં, મોડાસામાં ખોદકામ બન્યું જોખમી; વિદ્યાર્થીની માંડ-માંડ બચી!

અરવલ્લીઃ ગુજરાતમાં અવાર નવાર વાહન ચાલકોની દુર્ઘટનાની માહિતી મળતી આવે છે. ત્યારે હવે મોડાસામાં સાઈ મંદિર પાસે એક્ટિવા ખાડામાં ખાબકી ગયું છે. જોકે આની પાછળનું…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુજરાતમાં અવાર નવાર વાહન ચાલકોની દુર્ઘટનાની માહિતી મળતી આવે છે. ત્યારે હવે મોડાસામાં સાઈ મંદિર પાસે એક્ટિવા ખાડામાં ખાબકી ગયું છે. જોકે આની પાછળનું કારણ જાણીને ચોંકી જશો. કારણ કે પાલિકા દ્વારા આસપાસના વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યારે જે વાહનચાલકો માટે નડતર રૂપ સાબિત થયું છે. એટલું જ નહીં એક્ટિવા પર સવાર વિદ્યાર્થીનીઓનો પણ આબાદ બચાવ થયો છે.

સાયકલ ચાલકને બચાવવા જતા થઈ દુર્ઘટના..
મોડાસામાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યારે સાઈ મંદિર પાસે એક્ટિવા ખાડામાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીનીઓ એક્ટિવા પર સવાર હતી. તેમણે સાયકલ સવારને બચાવવા જતા કાબૂ ગુમાવી દીધો હતો.

અને ગયું એક્ટિવા ખાડામાં…
વિદ્યાર્થીનીએ સાયકલ ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેણે કાબૂ ગુમાવી દીધો હતો. જોકે સમય સૂચકતા દાખવીને વિદ્યાર્થીનીઓ એક્ટિવા પરથી કૂદી પડી જેથી તેમનો આબાદ બચાવ થઈ ગયો હતો. નોંધનીય છે કે આ ખોદકામ નડતર રૂપ સાબિત થઈ રહ્યું છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp