અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના 13મા કુલપતિ તરીકે સત્તાવાર રીતે નીમણૂંક 20મી ઓક્ટોબરે થઈ ગઈ. વર્તમાન સત્તાધીશો દ્વારા કુલપતિની નામાવલીમાં આચાર્ય દેવવ્રતને સત્તાવાર સ્થાન આપી દીધું છે. ત્યારે આચાર્ય દેવવ્રત આજે કુલપતિનો ચાર્જ સંભાળી શકે છે. જોકે હજુ સુધી રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓનો મામલો થાળે પડ્યો નથી.
ADVERTISEMENT
વિદ્યાપીઠની વેબસાઈટ પર મૂકાયું આચાર્ય દેવવ્રતનું નામ
ગુજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર હવે આચાર્ય દેવવ્રતનું નામ સત્તાવાર ચાન્સેલર તરીકે મૂકાઈ ગયું છે. એવામાં આચાર્ય દેવવ્રત હોદ્દાની રૂએ વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂકેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલ તથા ડો. રાજેન્દ્રપ્રસાદ જેવા મહાનુભાવોની હરોળમાં આવી ચૂક્યા છે.
દેવવ્રત આચાર્યની નિમણૂંકથી 9 ટ્રસ્ટીએ આપ્યા હતા રાજીનામા
નોંધનીય છે કે, વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતના નામની જાહેરાત થતા 9 જેટલા નારાજ ટ્રસ્ટીઓએ રાજીનામું આપી દીધું હતું. ટ્રસ્ટીઓનો આક્ષેપ હતો કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતીથી હોવી જોઇએ પરંતુ બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલપતિની નિમણુંક સર્વસંમતીથી કરવામાં આવતી હતી. એવામાં નરસીંહભાઇ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન અયંગર, ઉત્તમ પરમાર, માઇકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ,કપિલ શાહએ રાજીનામું ધરી દીધું હતું.
ADVERTISEMENT