અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે યુવતીએ અગાઉ યુવક સામે નોંધાવેલી ફરિયાદમાં જામીન પર બહાર નીકળેયા યુવકે સમાધાન કરવા દબાણ કરતો હોવાનો બનાવ બન્યો છે. યુવક સતત યુવતીના ઘર બહાર આંટા ફેરા મારતો અને ધમકી આપતો કે, સમાધાન કરી દે નહીંતર તારા પર એસિક ફેંકીને જિંદગી બગાડી નાખીશ. ત્યારે યુવકની પરેશાનીથી કંટાળીને યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કાંકરિયાની યુવતીએ યુવક સામે અગાઉ નોંધાવી હતી ફરિયાદ
વિગતો મુજબ, કાંકરિયા વિસ્તારમાં રહેતી યુવતીએ અગાઉ રાયપુરના ચુનારા વાસમાં રહેતા રાજેન્દ્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ કેસમાં રાજેન્દ્ર જામીન પર છૂટ્યો હતો. આ બાદ આરોપી સતત યુવતીના ઘરની બહાર આંટાફેરા માર્યા કરતો હતો અને યુવતીને અગાઉની ફરિયાદમાં સમાધાન કરી લેવા દબાણ કરતો. આમ ન કરવા પર ફરીથી જોયા જેવી થશે તેવી ધમકી આપતો.
સમાધાન ન કરવા પર એસિડ એટેકની ધમકી આપી
શનિવારે આરોપી રાજેન્દ્ર ફરી બપોરે યુવતી સીટી મીલના ઝાંપા પાસે મળતા જાહેર રસ્તા પર ગાળા ગાળી કરીને ધમકી આપી હતી કે, સમાધાન કરી લે, નહીં તો તારા પર એસિડ ફેંકી જિંદગી ખરાબ કરી નાખીશ.’ આખરે યુવકની ધમકીઓથી કંટાળીને યુવતીએ પોતાની માતાને સમગ્ર બાબતે જાણ કરી હતી, જે બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT