સૌરભ પટેલે ભાજપના જ કાર્યકરોને ધમકી આપી? કારોબારી સભ્યએ પાટીલને પત્ર ફરિયાદ કરી

બોટાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ ટિકિટ માટે નેતાઓમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપમાં આ વખતે ટિકિટને લઈને અંદરોઅંદર ભારે રસાકસી જોવા મળી…

gujarattak
follow google news

બોટાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ ટિકિટ માટે નેતાઓમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપમાં આ વખતે ટિકિટને લઈને અંદરોઅંદર ભારે રસાકસી જોવા મળી રહી છે. રાધનપુર બાદ બોટાદ બેઠક પર પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉઠી હતી. ત્યારે બોટાદમાં ભાજપના કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયાએ મંત્રી સૌરભ પટેલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

ભાજપના હોદ્દેદારોને ધમકી, કોઈને લેટરપેડ આપવા નહીં
હાલમાં જ બોટાદ જિલ્લા ભાજપમાં પટેલ સમાજ તથા કોળી સમાજ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી પહેલા જ બોટાદ વિધાનસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. ભાજપના કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયાનો આક્ષેપ છે કે, મંત્રી સૌરભ પટેલ ભાજપના અન્ય હોદ્દેદારોને પોતાના લેટરપેડ કોઈને નહીં આપવા માટે ફોન કરીને ધમકાવી રહ્યા છે અને પોતાની વાત ન માનવા પર તેમને જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે. આ વિશે છનાભાઈ કેરાળિયાએ સી.આર પાટીલને પત્ર લખીને ફરિયાદ કરી છે.

કારોબારી સભ્યએ પાટીલને ફરિયાદ કરી
છનાભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હકીકતમાં કાલથી મારે ઘણા બધા ફોન આવ્યા કે સૌરભભાઈ ધાક-ધમકી આપે છે, ભાજપના હોદ્દેદારોએ કોઈને લેટરપેડ આપવા નહીં અને જો આપ્યા તો હું તને જોઈ લઈશ એવું પણ કહેવામાં આવ્યું છે. આ ભાજપની સિસ્ટમ નથી. સૌરભભાઈ જે કાંઈ પણ કરે છે, ધાક-ધમકી આપવાનું કાર્યકર્તાઓને. તમામ કાર્યકર્તાઓને લેટરપેડ સમર્થનમાં માગવા એ તેનો અધિકાર છે. એને થોડુંક માનસિક, તેના મગજ પર કંઈને કંઈ અસર હશે મારું તો એવું માનવું છે. આવી રીતનું વલણ છે એ તેના માટે અને ભાજપ માટે બિલકુલ સરાહનીય ન કહેવાય.

    follow whatsapp