ધનેશ પરમાર,બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જ ઘટના ડીસાની બનાસ નદીના પુલ પર બની છે. ડીસાની બનાસ નદી પુલ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાઇપો ભરેલા એક લોડિંગ ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં લોખંડની પાઇપો ડ્રાઈવરના શરીરમાં ઘૂસી જતાં ઘટના સ્થળે જ મોત થયું છે.
ADVERTISEMENT
ડીસાના બનાસ નદી પુલ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાઇપો ભરેલા એક લોડિંગ ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરમાં લોડિંગ થયેલી લોખંડની તોતિંગ પાઇપો, કેબીન તોડી કેબિનમાં ઘૂસી હતી.જે ડ્રાઇવરને મોતનું કારણ બની હતી.જો કે ત્રણ કલાકની ભારે જહેમતના રેસક્યું બાદ પોલીસે તેની લાશ ને બહાર કાઢી હતી.
કેબિન તોડી લોખંડના પાઇપ બન્યા મોતનું કારણ
મહારાષ્ટ્રના નાગુથાણાથી લોખંડની પાઇપો ભરીને એક ટેલર રાજસ્થાનના બાડમેર તરફ જઈ રહ્યું હતું.આ ટ્રેલર બનાસ નદીના પુલ ઉપરથી પસાર થઇ રહ્યું હતું.જોકે અચાનક જ કોઈ કારણોસર ચાલકે પોતાના ટેલરની બ્રેક મારી હતી. જોકે જોરદાર બેંકના કારણે ટ્રેલરમાં લાગેલ સાંકળ અને સેફ્ટી બેલ્ટ ઢીલા થઈ ગયા હતા. જેથી ટ્રેલર માં લોડ લોખંડની પાઇપોથી ધડાકાભેર અચાનક જ કેબિનમાં ઘૂસી ગઈ હતી.અને કેબિન તોડી ચાલક પોખરસિંહ રાવતના મોતનું કારણ બની હતી.
ભારે મહેનત બાદ લાશ બહાર કાઢવામાં આવી
આ ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવે ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.જે બાદ ડીસા તાલુકા પોલીસ 108 ટિમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લોખંડની પાઇપો કેબીન તોડી ડ્રાઇવરના શરીરમાં ઘૂસી જતાં મોત થયું હતું. જોકે ડીસા માં મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા પુલ પર કલાકો સુધી જામ,રહેતા,ટ્રાફિક પોલીસે એકતરફી વાહનવ્યવહાર ચાલુ કરાવી નિયમન કર્યું હતું .જ્યારે બીજી તરફ ભારે મહેનત બાદ આ અકસ્માતગ્રસ્ત ટ્રેલરનું કેબિને તોડવામાં આવ્યું હતું.અને ચાલકની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ કેસની ડીસા તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT