Accident News: ધોલેરા-વટામણ હાઈવે પર ગોઝારો અકસ્માત, 2 ટ્રક સામ-સામે અથડાતા 3 લોકોને ભરખી ગયો કાળ

Gujarat Accident News: ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે ટ્રક સામ સામે અથડાતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

Gujarat Accident News

ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ધોલેરા-વટામણ હાઈવે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત

point

અકસ્માતમાં બંને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો

point

ટ્રકમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા

Gujarat Accident News: ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે ટ્રક સામ સામે અથડાતા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. હાલ ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ધોલેરા-વટામણ હાઈવે પર ભયાનક અકસ્માત 

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે આજે સવારે બે ટ્રક સામ-સામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રકની કેબિનનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં બે ડ્રાઈવર સહિત ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. 

અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મૃત્યુ

આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો...Accident News: અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત, ડમ્પરની પાછળ બોલેરો ઘુસી જતા 5 લોકોના મોત અને 2 ઈજાગ્રસ્ત

ધોળકા પાસે સર્જાયો હતો અકસ્માત

અત્રે ઉલ્લેખનીય છે કે,  ગઈકાલે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ધોળકાના પુલેન સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત એટલો ભયાનક હતો કે 5 લોકોના ઘટના સ્થળે જ કમાકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તો 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ડમ્પરની પાછળ બોલેરો કાર ઘુસી જતા 5ના મોત

દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસીને રાણપુર જઈ રહ્યા હતા, આ દરમિયાન અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ બંધ પડેલા ડમ્પરની પાછળ બોલેરો કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

    follow whatsapp