હેતાલી શાહ, નડિયાદ: અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક કારનું ટાયર ફાટતા કાર ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર પલ્ટી ખાઈ જતાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યું. જ્યારે ૩ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પોહચી ને વધુ તપાસ હાથ ધરી.
ADVERTISEMENT
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક ફતેપુરા સીમ પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બની. આ કાર અમદાવાદ થી વડોદરા તરફ જઈ રહી હતી દરમ્યાન બની. જામનગર પાસીંગની કાર નંબર G J 10DE 3946 ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે.
અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું
કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે કાર અથડાતા કાર પલટી મારી ગઈ છે. જેમાં અમદાવાદના 35 વર્ષીય અલ્પેશભાઈ ભીમજીભાઈ દધાણીયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે ૩ લોકોનો આબાદ બચાવ થયો છે. આ કારમાં ચાર લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી, પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સીવીલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT