Accident: જૂનાગઢમાં હિટ એન્ડ રન, ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

Accident in Junagadh: છેલ્લા ઘણા સમયથી રાજ્યોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. અકસ્માતના કારણે ઘણા પરિવારોને પોતાના મોભી કે સ્વજનો ગુમાવવાનો વારો આવે છે.

Accident in Junagadh

રોડ પર દોડતું મોત

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

માણાવદર-બાંટવા વચ્ચે હિટ એન્ડ રન કેસ

point

ઈકો કારના ચાલકે બાઈકને લીધું અડફેટે

point

અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત

Accident in Junagadh:  છેલ્લા ઘણા સમયથી રાજ્યોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. અકસ્માતના કારણે ઘણા પરિવારોને પોતાના મોભી કે સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવા સમયે વિચાર આવે કે, જો તે સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરી લીધું હોત તો અકસ્માત ન થાત, પરંતુ પાછળથી પસ્તાવાનો કોઈ મતલબ નથી. ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

ઈકો કારના ચાલકે બાઈકને લીધું અડફેટે

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને અડફેટે લીધું હતું, આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ Accident: જસદણમાં કાર બની કાળ, બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના કરૂણ મોત

બાઈક પર સવાર ત્રણ યુવકોના મોત

જ્યાં ત્રણેય યુવકો ભરત નગભાઈ મોરી ઉં.વ 16, રહે. બાટવા), પરેશ પરબતભાઈ રામ (ઉં.વ 25, રહે. બાટવા) અને હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા (ઉં.વ 30 રહે. માણાવદર)ના દુઃખદ અવસાન થયા હતા. આ અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

 

આ પણ વાંચોઃ 'નીતિનભાઈએ નહીં ભાજપે કામ કર્યા છે', પૂર્વ DyCMના નિવેદન પર કડીના ધારાસભ્યની પ્રતિક્રિયા

પરિવારમાં છવાયો માતમ

બીજી બાજુ એક સાથે ત્રણ યુવકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. પરિવારજનોએ ઈકો કારના ચાલકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.


ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ
 

    follow whatsapp