સેજલ સોનછત્રા, અમદાવાદ: AAPમાં CM પદના દાવેદાર ઈસુદાન અને ફાઈનલી આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જ્ઞાતિનું બેલેન્સ જાળવી માસ્ટર સ્ટ્રોક માર્યો અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. સાથે કેજરીવાલે એવું પણ જણાવ્યું હતું કે, આ એક પરિવર્તનની ક્ષણ છે. ગુજરાતની જનતા પણ હવે પરિવર્તન માગી રહી છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ અમે જનતા પાસેથી અભિપ્રાય મેળવીને ગુજરતાના મુખ્યમંત્રી પદના ચહેરા અંગે નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
રુમમાં બેસીને મુખ્યમંત્રી નક્કી નથી કરતા
સાથે કેજરીવાલે કહ્યું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રુમમમાં બેસીને નક્કી નખી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબની જનતાએ સીએમના ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં પણ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે. અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો. અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે. તો ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે,ઈસુદાન ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે અને મહેનત પણ કરી છે. સાબરમતી જેલમાં અમે સાથે હતા ત્યારે અમને ઘણુ જ્ઞાન મળ્યું છે.
ગુજરાત AAPએ જ્ઞાતિનું બેલેન્સ જાળવ્યું
ગુજરાતમાં 58 ટકા જેટલી જંગી આબાદી OBC સમાજને આમ આદમી પાર્ટીએ ટોપ ક્લાસ પ્રાયોરિટી આપી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એવું લાગી રહ્યું છે કે માધવસિંહ સોલંકીની ખામ થિયોરી પ્રમાણે આમ આદમી પાર્ટી ગોઠવણ કરી રહી છે અને ગુજરાતમાં તમામ હરીફ પક્ષોને હંફાવી શકે છે. આમ આદમી પાર્ટી OBC ચહેરો પસંદ કરી ગુજરાતમાં નવો દાવ ખેલવા માગે છે. કારણ કે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં ઓબીસી સમાજની 58 ટકા જન આબાદી છે અને તેવા વર્ગોને આમ આદમી પાર્ટી ટોપ ક્લાસ પ્રાયોરિટી આપવાના મૂડમાં છે. ગુજરાતની ચૂંટણીમાં અગાઉ માધવસિંહ સોલંકીની ખામ થિયરીમાં રેકોર્ડ બ્રેક 149 બેઠકો જીતી હતી. તે થિયરી પ્રમાણે જ આમ આદમી પાર્ટી ગોઠવણ કરી રહી છે. અને ઓબીસી સમાજને પોતાના તરફ ખેંચવાના પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઓબીસી સમાજના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી તમામ હરીફ પક્ષોને હંફાવી શકે છે તેવું રાજકીય પંડિતો માની રહ્યાં છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં વર્ષો પછી કદાચ કોઈ ત્રીજો પક્ષ મુખ્યમંત્રીના ચહેરા સાથે 182 બેઠકો પર ચૂંટણીના રણમેદાનમાં ઉતરશે.
2017માં આ બેઠકો એવી હતી જ્યાં ભાજપ માંડ-માંડ જીત્યું હતું. આ વખતે આમ આદમી પાર્ટી તેનું ગણિત બગાડી શકે..
- ધોળકા ભાજપ 327
- ગોધરા ભાજપ 258
- બોટાદ ભાજપ 906
- વિજાપુર ભાજપ 1164
- હિંમતનગર ભાજપ 1721
- પોરબંદર – 1855
- ગારિયાધાર ભાજપ 1876
- ફતેપુરા ભાજપ 2711
- પ્રાંતિજ ભાજપ 4376
- ઉમરેઠ ભાજપ 1883
- ખંભાત ભાજપ 2318
ગુજરાતમાં કઈ જ્ઞાતિનો કેટલો હિસ્સો
-ઓબીસી 58 ટકા, પાટીદારો 14 ટકા, એસટી 17 ટકા
કોંગ્રેસના મતનો ફાયદો આપને મળી શકે
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ દર વર્ષે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વગર જ ચૂંટણી લડે છે એટલે જ કદાચ કારમી હારનો સામનો કરવો પડે છે.. ત્યારે 2022ની ચૂંટણીમાં પણ જો કોંગ્રેસ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરે તો કોંગ્રેસના મતનો ફાયદો આપને મળી શકે
ADVERTISEMENT