AAPનો અમદાવાદમાં મેગા રોડ શો, યુવાઓને આકર્ષવા રાઘવ ચઢ્ઢાનો માસ્ટર સ્ટ્રોક

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે પાર્ટીના દિગ્ગજો સાથે સરસપુર ખાતેથી રોડ શો…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે પાર્ટીના દિગ્ગજો સાથે સરસપુર ખાતેથી રોડ શો શરૂ કર્યો હતો. જેમાં કેજરીવાલે ફ્રી વિજળી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા અને જનતાને પુરાવા આપવા માટે પંજાબના સ્થાનિકોના 0 રૂપિયાના બિલ પણ આપ્યા હતા. નોંધનીય છે કે હરભજન સિંહ પણ પ્રચારમાં લાગ્યા હતા ત્યારે તેમણે પણ ગુજરાતની જનતાને સંબોધિત કરી હતી.

ગુજરાતી ભાષામાં કેજરીવાલે કર્યું સંબોધન
કેજરીવાલે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષામાં કરી હતી. તેમણે દાવો કરતા કહ્યું કે એક વ્યક્તિ આવી હતી જેણે મને કહ્યું કે અમારો મત તો AAPને જ મળશે. કારણ કે ભાજપના રાજમાં તો ગુંડાગીરી જ મળશે પરંતુ આપની સરકારમાં મફત વીજળી, મહિલાઓને મહિને 1 હજાર રૂપિયા સુધીની સુવિધા મળશે.

રાઘવ ચઢ્ઢાએ યુવાનોને આકર્ષવા કહ્યું..
આ રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા ચહેરા એવા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ગુજરાતમાં કેજરીવાલની સરકાર બનશે એ નક્કી છે. પરિવર્તન થવા જઈ રહ્યું છે. અમારી સરકાર હેઠળ યુવાનોને રોજગારી મળશે તથા બેરોજગારી ભથ્થાની પણ સુવિધા આપવામાં આવશે. આમ આદમી પાર્ટી 27 વર્ષથી ચાલી રહેલી ભ્રષ્ટ ભાજપ સરકારને ઉખાડી ફેંકવા માટે તૈયાર છે.

    follow whatsapp