AAPના CM પદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયા પહોંચ્યા, રોડ શોમાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો..

દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે. લોકપ્રિય પત્રકાર અને AAPના…

gujarattak
follow google news

દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે. લોકપ્રિય પત્રકાર અને AAPના નેતા એવા ઈસુદાન ગઢવીને CM પદના ચહેરા તરીકે પસંદ કરાયા છે. આ દરમિયાન ઈસુદાન ગઢવી આજે રવિવારે પોતાના પિત્રૂક ગામ ખંભાળિયા અને પિપરીયા પહોંચ્યા છે. જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ફુલોના હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી ઈસુદાન ગઢવીએ ભવ્ય રોડ શો પણ કર્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ તો આ ચૂંટણીમાં ક્યાય પિક્ચરમાં પણ નથી- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું કે માને મુખ્યમંત્રી ચહેરા તરીકે પસંદ કર્યો છે. હું એક નાના ગામથી આવું છું, અહીં તમે જુઓ તો અત્યારસુધી કોઈ વિકાસ થયો જ નથી. આ દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પિક્ચરમાં જ નથી.

ઈસુદાનનું સ્વાગત કરાયું…
આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવી આજે પોતાના પિત્રુક ગામે પહોંચ્યા છે. તેઓ આજે સવારે ખંભાળિયા અને પિપરીયા પહોંચ્યા છે. જ્યાં ઈસુદાન ગઢવીએ કુળદેવી માતાનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. એને સારી રીતે નિભાવી શકે એના માટે તેમણે પ્રાર્થના કરી હોવાની પણ માહિતી મળી રહી છે.

સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું…
ઈસુદાન ગઢવીને મોટી જવાબદારી મળી હોવાથી તેઓ કુળદેવી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા ફુલોનો હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

With Inputs- રજનીકાંત જોશી

    follow whatsapp