AAP છોડનારા ઈન્દ્રનીલ રાજ્યગુરુના પોસ્ટર પર કાર્યકરોએ કાળો કુચડો માર્યો

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગઈકાલે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરતા જ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગઈકાલે સાંજે જ…

gujarattak
follow google news

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગઈકાલે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરતા જ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગઈકાલે સાંજે જ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. જોકે AAP છોડતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ સામે પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. AAPના કાર્યાલયની બહાર લાગેલા હોર્ડિંગ્સ પર કાર્યકરોએ ઈન્દ્રનીલ રાજ્યગુરુના ચહેરા પર કાળો કુચડો મારી દીધો હતો.

અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય બહાર પોસ્ટર પર કાળો રંગ કરાયો
ગઈકાલે સાંજે અમદાવાદમાં આવેલા આપના પ્રદેશ કાર્યાલય બહાર લાગેલા હોર્ડિંગ્સમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુની તસવીર પર AAPના નારાજ કાર્યકર્તાઓએ કાળા રંગનો કુચડો માર્યો હતો. સાથે જ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

AAPથી નારાજ ઈન્દ્રનીલ કોંગ્રેસમાં જોડાયા હતા
ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ખુબ જ અગ્રેસીવ રીતે આગળ વધી રહી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પોતાનું તમામ જોર લગાવવામાં આવી રહ્યું છે. જો કે આમ આદમી પાર્ટીએ ગઈકાલે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરતાની સાથે જ સંગઠનમાં અસંતોષની આગ ભડકી ઉઠી હતી. ગુજરાતનાં સૌથી ધનવાન રાજનેતાઓ પૈકી એક પૂર્વ કોંગ્રેસી કાર્યકર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે અચાનક આમ આદમી પાર્ટી છોડીને ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા હતા.

CM પદનો ચહેરો ન બનાવાતા હતા નારાજ!
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ પોતાના પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામ પર મહોર લગાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ રેસમાં ગોપાલ ઈટાલિયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુનું પણ નામ ચાલતું હતું. જોકે ઈન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા કેટલાક સમયથી પોતાને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કરવામાં આવે તે બાબત પર પાર્ટી પર દબાણ કરી રહ્યા હોવાનું ગોપાલ ઈટાલિયાનું કહેવું છે. ઈશુદાનના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવતા તેઓ નારાજ થયા હોવાની વાતને પાર્ટી પ્રમુખ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

    follow whatsapp