AAPના નેતાએ નોંધાવી ફરિયાદ, કહ્યું- ભાજપના ગુંડાઓએ કાર્યકર્તાઓ પર હોકી સ્ટિકથી હુમલો કર્યો

મહીસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. તેવામાં સંતરામપુરના કચુડી ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર…

gujarattak
follow google news

મહીસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. તેવામાં સંતરામપુરના કચુડી ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે AAPના હિરેન શ્રીમાળીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા. આની સાથે જ ભાજપના એ નેતાનું તાત્કાલિક ધોરણે રાજીનામુ પણ માગી લેવામાં આવ્યું છે.

AAPએ ફરિયાદ નોંધાવી, સણસણતો ઘટસ્ફોટ કર્યો
ભાજપના સંતરામપુર તાલુકા પંચાયતના સભ્ય હરેશ વલવાઈ સામે આમ આદમી પાર્ટીએ ફરિયાદ નોંધાવી છે. મહીસાગર જિલ્લાના મહામંત્રી હિરેન શ્રીમાળીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી તેમના પર આક્ષેપ લગાવ્યા હતા. એટલું જ નહીં હિરેનના જણાવ્યા પ્રમાણે ભાજપના હરેશ વલવાઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જેથી તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભાજપને હિરેનનું રાજીનામુ લેવા ટકોર
આમ આદમી પાર્ટીએ ત્યારપછી ભાજપના હરેશ વલવાઈનું રાજીનામુ લેવા માટે પણ ટકોર કરવામાં આવી હતી. નોંધનીય છે કે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગેરન્ટી કાર્ડનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે ભાજપના ગુંડાઓએ તેમના પર સ્ટીલ અને હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો. જેમાં 3 કાર્યકર્તાઓને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વાંચો- ચૂંટણી પ્રચાર સમયે AAPના કાર્યકર્તા પર થયો હુમલો, શખસો મોબાઈલ સહિતની વસ્તુઓ લૂંટી ગયા..

With Input- વિરેન જોશી

    follow whatsapp