BREAKING: ગુજરાતમાં AAPની સરકાર બનશે, કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી લખ્યું…

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ જામી ગયો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરી છે. તેમણે લેખિતમાં ભવિષ્યવાણી કરતા…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ જામી ગયો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત કરી છે. તેમણે લેખિતમાં ભવિષ્યવાણી કરતા લખ્યું છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આની સાથે તેઓ કેટલી બેઠકો જીતશે એ મુદ્દે પણ મોટો દાવો કર્યો છે.

મારી ભવિષ્યવાણી લગભગ સાચ્ચી- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અત્યારસુધી દિલ્હી હોય કે પંજાબ..મારી લેખિતમાં આપેલી તમામ ભવિષ્યવાણી સાચ્ચી પડે છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આની સાથે તેમણે બેઠકો મુદ્દે કહ્યું કે સરકાર બનવા જઈ રહી છે તેનો સીધો અર્થ થાય છે કે AAPને 92થી વધુ સીટ મળશે.

5 મિનિટ વાત કરો તો બધા લોકો કહે છે ઝાડૂને વોટ આપીશુ- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જનતાની વચ્ચે જઈને કોણ આ ચૂંટણી જીતશે એની ચર્ચા વિશે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકો આમ આદમી પાર્ટી અને ભાજપ આ બંને પાર્ટીને જ મત આપવાની ટકોર કરે છે. વળી રસ્તા વચ્ચે જે જે લોકો કહે છે કે અમે ભાજપને મત આપીશું, તેમની સાથે જો 5 મિનિટ વાત કરો તો કહેશે કે અમે પણ આમ આદમી પાર્ટીને જ મત આપી જીતાડીશું.

કેજરીવાલે વધુમાં કહ્યું..અમે ઘણા રાજ્યમાં ચૂંટણી લડ્યા છીએ. પરંતુ આ પહેલું રાજ્ય એવું છે કે જેમાં રહેતા ‘આમ આદમી’ ડરી રહ્યા છે. તેઓ એક ચોક્કસ પાર્ટીને મત નહીં આપીએ અથવા કોને મત આપીશું એની પણ છૂટથી ચર્ચા કરી શકતા નથી.

    follow whatsapp