વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલે વડોદરા પ્રવાસ કર્યો છે. આ દરમિયાન વાલીઓ અને શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે એક નવા બિઝનેસ મોડલ વિશે જણાવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે બિઝનેસની અલગ રણનીતિ પર ચર્ચા કરી હતી. જેથી વિદ્યાર્થીઓ આગળ જતા બિઝનેસમેન બને એવી કવાયત શરૂ થાય.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને નોકરી શોધનારા બનાવવા જ નથી- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અત્યારે દિલ્હીમાં અમે વિદ્યાર્થીઓને નોકરી શોધનારા બને એવી તાલીમ આપવાને બદલે બિઝનેસ મેન કેવી રીતે બનાય એ શીખવી રહ્યા છીએ. તેમણે વડોદરામાં વાલીઓ અને શિક્ષકો સાથેના સંવાદમાં જણાવ્યું કે અમે દિલ્હીમાં એક સિસ્ટમ શરૂ કરી છે. જેમાં ઉચ્ચત્તર માધ્યમિકના (ધો-11 અને 12) વિદ્યાર્થીઓને 2-2 હજાર રૂપિયા આપીને બિઝનેસ કરતા શીખવીએ છીએ. જેના પરિણામે શાળામાં જ તેમને એટલી તાલીમ મળી જાય કે આગળ જતા તેઓ વેપાર કરતા થાય.
પાર્ટનરશિપમાં વેપાર કરતા શીખવાડવાનો પ્લાન
અરવિંદ કેજરીવાલે બેરોજગારીને દૂર કરવા મુદ્દે જણાવ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે ગ્રેજ્યુએશન પછી નોકરી શોધે પરંતુ મળતી નથી. જેથી અમે તેમને પાર્ટનરશિપમાં વેપાર કરતા શીખવીએ છીએ. જેમાં તેમને 8-10 વિદ્યાર્થીઓની ટીમ બનાવીએ છીએ જે બિઝનેસ શરૂ કરવા માટે એકસાથે પહેલ કરે છે. ત્યારપછી તેમના 2-2 હજારના ઈન્વેસ્ટમેન્ટથી મોટો નફો કેવી રીતે કરવો એ શીખવાડવામાં આવે છે.
ADVERTISEMENT