અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં યુવાનોને આકર્ષવા માટે AAPએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી દીધી છે. તેમની AAPના ગુજરાત સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે પાર્ટીએ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પોતાની એક અલગ છાપ ઉભી કરવામાં સફળતા પણ મેળવી લીધી છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ગ્રામીણ અને શહેરી યુવાનોને આકર્ષવા માટે નવી રણનીતિ બનાવી લીધી છે.
ADVERTISEMENT
શું હશે AAPનો ગેમ પ્લાન?
આમ આદમી પાર્ટી દ્વારા રાઘવ ચઢ્ઢાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ પંજાબની ચૂંટણીમાં પણ ગેમ ચેન્જર રહ્યા હતા. આ દરમિયાન યુવાનોને આકર્ષવાથી લઈને મોટી જવાબદારીઓ તેમને સોંપાઈ શકે છે. નોંધનીય છે કે તેમની આ છબીને જોતા આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યના સહ પ્રભારી તરીકે સત્તાવાર જાહેરાત કરી દીધા છે. પરંતુ આપ દ્વારા રાઘવ ચઢ્ઢાને મેદાનમાં ઉતારવા ગુજરાતના ગ્રામીણ અને શહેરી યુવાનો માટે કેટલા ફાયદાકારક રહેશે એ જોવાનું હશે.
ગુજરાત ઈલેક્શનમાં રાઘવ એક્ટિવ
રાઘવ ચઢ્ઢા અવાર નવાર ગુજરાતના રાજકારણ અંગે પોતાનો મત રજૂ કરતા હોય છે. અગાઉ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા વિકાસ મોડલ વિશે વાત કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી. જેના પરિણામે વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના મોડલની સફળતા વિશેની માહિતી તે આપી શકે છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં યુવાનોને આકર્ષવા સહિતની જવાબદારી તેમને સોંપતા રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ADVERTISEMENT