દ્વારકાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનમાં ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. રવિન્દ્ર જાડેજા ગઈકાલે દ્વારકા ખાતે પબુભા માણેક માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા અને રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન કેટલાક લોકો દ્વારા ટીખલ કરવામાં હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રેલી દરમિયાન જાડેજા પર AAPના ખેસ ફેંકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
દ્વારકામાં પબુભા માણેકના પ્રચારમાં ગયા હતા રવિન્દ્ર જાડેજા
દ્વારકામાં રવિન્દ્ર જાડેજાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ક્રિકેટરની ઝલક જોવા માટે પહોંચ્યા હતા. જોકે ભાટિયામાં સતવારા સમાજની વાડીની સામેથી નીકળતા સમયે જ રવિન્દ્ર જાડેજાની જીપ પર સ્થાનિક લોકોએ ઘર ઉપરથી AAPની જાહેરાતના બેનરો અને ખેસ ફેંક્યા હતા. 11 સેકન્ડમાં બે વખત જાડેજા પર AAPના ખેસ ફેંકવામાં આવ્યા. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.
રિવાબા માટે પણ પ્રચાર કરી રહ્યા છે રવિન્દ્ર જાડેજા
નોંધનીય છે કે, ગુજરાત તકની ટીમ ત્યારપછી ભાટીયા ગામ ખાતે પહોંચી હતી. ત્યાં તેમણે ખેડૂતો અને વેપારીઓ સાથે ચર્ચા કરી હતી. મોટાભાગના સ્થાનિકોએ જણાવ્યું કે પબુભા માણેક છેલ્લા 35 વર્ષથી અહીં જીતતા આવ્યા છે. તેથી આ ટર્મની ચૂંટણીમાં પણ તેઓ જીતશે અને ભાજપનો કેસરિયો લહેરાશે એવી ભવિષ્યવાણી કરી હતી. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો હાલમાં તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. સાથે જ પત્ની રિવાબા માટે જામનગરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એવામાં તેઓ દ્વારકામાં પણ ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
(વિથ ઈનપુટ: રજનીકાંત જોશી)
ADVERTISEMENT