અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ ઉમેદવારોની પસંદીની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચીતર્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા એક બાદ એક ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવા લાગ્યા હતા. ત્યારે આજે વધુ એક ઉમેદવારોના નામ ની યાદી જાહેર કરી છે. આ 12 મી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
AAPના 7 ઉમેદવારોની સમગ્ર યાદી અહીં જુઓ
12મી યાદીમાં પણ ઇસુદાન અને ઇટાલીયાના નામનો ઉલ્લેખ નહીં
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અત્યાર સુધીમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT