મોરબીઃ રવિવારે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે લગભગ 70થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને મોરબીની ગંભીર સ્થિતિમાં સ્થાનિકોને મદદ કરવા માટે કાર્યકર્તાઓને એક્ટિવ કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કાર્યકર્તાઓને રક્તદાનના હેતુથી મોરબી પહોંચવા ટકોર કરી છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીએ કાર્યકર્તાઓને એક્ટિવ રહેવા કહ્યું…
પાર્ટીએ ઓફિશિયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરી કહ્યું કે અત્યારે મોરબીમાં સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલ, દુર્ઘટના સ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ નદીમાં પાણી ઓછું કરવામાં આવી રહ્યું છે. મૃતકોમાં વધુ બાળકો અને મહિલાઓ છે અને બ્લડની પણ એટલી જરૂર ઊભી થઈ છે. જેથી કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ રક્તદાન માટે મોરબી તાત્કાલિક ધોરણે પહોંચી જાય…
બ્રિજ તૂટતા તંત્ર પર ઉઠ્યા સવાલ
સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને સવાલ કર્યા છે કે, મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો. જેમાં અનેક લોકો પાણીની અંદર ફસાયા છે. ઈશ્વર સૌને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના. આ સમગ્ર ઘટનામા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે ખુબ શરમજનક છે! આ પુલ હજી ત્રણ દિવસ પહેલા જ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો. શુ સરકારે આ પુલની ગુણવત્તા નહોતી ચકાસી?
ADVERTISEMENT