અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટીએ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પોતાની એક અલગ છાપ ઉભી કરવામાં સફળતા પણ મેળવી લીધી છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ગ્રામીણ અને શહેરી યુવાનોને આકર્ષવા માટે નવી રણનીતિ બનાવી લીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે પંજાબની જીતમાં જે ગેમ ચેન્જર રહ્યા છે એમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે. આ અન્ય કોઈ નહીં પરંતુ યુવાનોમાં ચર્ચિત નેતા રાઘવ ચઢ્ઢા છે. જેમને ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ખાસ ઉદ્દેશ્યથી રાજ્યમાં મોકલી શકાશે.
ADVERTISEMENT
શું હશે AAPનો ગેમ પ્લાન?
આમ આદમી પાર્ટી દ્વારા રાઘવ ચઢ્ઢાને મેદાનમાં ઉતારવામાં આવશે. તેઓ પંજાબની ચૂંટણીમાં પણ ગેમ ચેન્જર રહ્યા હતા. આ દરમિયાન યુવાનોને આકર્ષવાથી લઈને મોટી જવાબદારીઓ તેમને સોંપાઈ શકે છે. નોંધનીય છે કે પાર્ટી તેમને કઈ જવાબદારી સોંપશે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આપ દ્વારા રાઘવ ચઢ્ઢાને મેદાનમાં ઉતારવા ગુજરાતના ગ્રામીણ અને શહેરી યુવાનો માટે કેટલા ફાયદાકારક રહેશે એ જોવાનું હશે.
ગુજરાત ઈલેક્શનમાં રાઘવ એક્ટિવ
રાઘવ ચઢ્ઢા અવાર નવાર ગુજરાતના રાજકારણ અંગે પોતાનો મત રજૂ કરતા હોય છે. અગાઉ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા વિકાસ મોડલ વિશે વાત કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી. જેના પરિણામે વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના મોડલની સફળતા વિશેની માહિતી તે આપી શકે છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં યુવાનોને આકર્ષવા સહિતની જવાબદારી તેમને સોંપતા રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ADVERTISEMENT