ભાર્ગવી જોશી/જુનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગણતરીના દિવસોમાં જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં પક્ષ પલટાની જાણે સીઝન ચાલી રહી હોય તેમ રોજે રોજ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષપલ્ટો કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતની ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવા ઉતરી રહેલી આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. જુનાગઢના વિસાવદરમાં AAP પ્રમુખ સહિતના કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
ADVERTISEMENT
વિસાવદરમાં AAPનું વિસર્જન
વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. તમામે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જોડાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડીયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા ભાજપમાં જોડાઈ ગયા.
AAPમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ
આ સાથે જ નગરપાલિકાના આમ આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વિરાણી, મહામંત્રી મયુરભાઈ રીબડીયા, કારોબારી સભ્ય નિકુંજભાઈ માલવયા સહિત વિશાળ સંખ્યામાં આગેવાનોએ આમ આજની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ કાર્યક્રમમાં વિસાવદર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પહેલા જ વિસાવદર શહેરમાં આમ આદમી પાર્ટીના 35થી વધુ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા ચૂંટણીમાં આનું નુકસાન ચોક્કસથી AAPને થશે.
ADVERTISEMENT