સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલણે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં ભાગમાં લાકડીના ફટકા મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મનોજ સોરઠીયાને આ બાદ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હુમલા બાદ મનોજ સોરઠીયાએ પહેલીવાર આ અંગે પ્રતિક્રિયા આપી છે અને હુમલો કેવી રીતે થયો અને કોણે કર્યો તે વિશે જણાવ્યું છે.
ADVERTISEMENT
‘આવી રાજનીતિ ગુજરાતમાં ક્યારેય નથી જોઈ’
મનોજ સોરઠીયાએ કહ્યું કે, સુરતમાં ગણેશ મંડપના આયોજનમાં રાત્રે બેનર લગાવવાની બાબતે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગઈ છે, એટલે નીચલી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવી છે. આવી રાજનીતિ ગુજરાતમાં પહેલા ક્યારેય નથી થઈ.
ભાજપ પર કર્યો આરોપ
તેમણે હુમલા વિશે વધુમાં કહ્યું કે, મારા પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અગાઉ રામ ધડુક પર પણ હુમલો આ ગુંડાઓ દ્વારા જ કરવામાં આવ્યો હતો. જનતા આ પ્રકારની રાજનીતિ નહીં ચલાવી લે. આ હુમલામાં પોલીસ દ્વારા સામાન્ય કલમો સાથે ફરિયાદ નોંધાવામાં આવી છે. પરંતુ હત્યાના પ્રયાસની ફરિયાદ નથી લેવામાં આવી.
ADVERTISEMENT