BIG BREAKING: દિલ્હી પોલીસે AAP નેતા ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી

અમદાવાદ: તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન કરતો એક જૂનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા…

gujarattak
follow google news

અમદાવાદ: તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન કરતો એક જૂનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે ગોપાલ ઈટાલિયા આ નોટિસના પગલે મહિલા આયોગમાં હાજર થયા હતા. પૂછપરછ બાદ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ હાલમાં ગોપાલ ઈટાલિયાની અટકાયત કરીને તેમને દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ છે.

મહિલા આયોગના અધિકારી અટકાયત બાદ શું બોલ્યા?
રાષ્ટ્રીય મહિલા આયોગના અધિકારીએ ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ જણાવ્યું હતું કે, હિયરિંગ દરમિયાન તેમણે કહ્યું કે, આ વીડિયો મારો નથી અને તેને એડિટ કરીને પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ટ્વીટર હેન્ડલ પણ મારું નથી. આવું એમનું કહેવું છે. આમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રીતે તેઓ Cનો શું મતલબ કહેવા માગે છે તે સ્પષ્ટ થતું નથી. તો આ ખોટું નિવેદન છે.

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી હતી
ધરપકડ પહેલા જ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને તેમની અટકાયત થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. ટ્વીટમાં ગોપાલ ઈટાલિયાએ લખ્યું હતું કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજું શું આપી શકે છે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી નથી ડરતો. નાખી દો મને જેલમાં. આમણે પોલીસ બોલાવી લીધી છે. મને ધમકાવી રહ્યા છે.

શું હતો વીડિયોનો વિવાદ?

નોંધનીય છે કે, ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો હતો. આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા. જેને લઈને મહિલા આયોગે તેમને નોટિસ પાઠવી હતી.

    follow whatsapp