ગુજરાતમાં ક્યાંથી ચૂંટણી લડશે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા? જુઓ શું બોલ્યા AAP નેતા

રજનીકાંત જોશી/દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજથી ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકામાં મોગલધામથી ઈસુદાન ગઢવીએ…

gujarattak
follow google news

રજનીકાંત જોશી/દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજથી ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકામાં મોગલધામથી ઈસુદાન ગઢવીએ આપની યાત્રાનો આજે પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે Gujarat Tak સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ ચૂંટણી લડવા વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

ચૂંટણી લડવા પર શું બોલ્યા ઈસુદાન ગઢવી?

અત્યારે અમારી ટીમ સર્વે કરી રહી છે. સર્વે આવતાની સાથે જ અમે જાહેર કરીશું કે અમે ક્યાંથી લડીશું. એટલું ચોક્કસ કહીશ કે હું અને ગોપાલભાઈ બંને વિધાનસભા લડવાના છીએ. કારણ કે લોકોના પ્રશ્નોને વાચા આપવી એ ખૂબ જરૂરી છે. એટલા માટે લડીશું. પરંતુ આગામી સમયમાં નક્કી થશે કે અમે ક્યાંથી લડીશું. હજુ અમારે બધા પત્તા ખોલવાના બાકી છે.

જ્ઞાતિ આધારિત ઉમેદવારોને ટિકિટ આપશે AAP?
દેવભૂમિ દ્વારકામાં AAP જ્ઞાતિ આધારિત ઉમેદવારોને ટિકિટ આપશે કે કેમ? તે સવાલ પૂછવા પર ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જ્ઞાતિ, જાતિ, ધર્મનું રાજકારણ જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય ત્યારે બંધ થઈ જાય છે. માત્રને માત્ર મુદ્દાની રાજનીતિ છે, વ્યવસાય લક્ષી રાજનીતિ છે. તેના પર આ વખતે રાજનીતિ થવાની છે.

 

સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાતમાં આજથી AAPની યાત્રા
નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની 67 જેટલી બેઠકો પર ફરશે. ત્યારે તાજેતરમાં જ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા યોજી હતી, જેમાં અલગ અલગ યાત્રાઓ દ્વારા કુલ 144 જેટલી બેઠકો પર મતદારો સુધી ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે હવે ભાજપની ગૌરવ યાત્રા સામે AAPએ બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રા કાઢવામાં આવી રહી છે.  આ યાત્રા સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, તથા ઉત્તર ગુજરાત સહિતની બેઠકો પર ફરશે. આ યાત્રા દરમિયાન અનેક જગ્યાએ પદયાત્રા, રોડ શો, સભાઓ તથા ડોર ટુ ડોર સંપર્કનો અભિયાન શરૂ થશે. આ બાદ ગોપાલ ઈટાલિયાની પણ વધુ એક યાત્રા શરૂ થશે.

    follow whatsapp