અમદાવાદ: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તા માટે સતત નિવેદનો શરૂ થઈ જતાં હોય છે. નિવેદનો આપતી વખતે ઘણાં નેતાઓ એવું બોલી દેતા હોય છે કે પક્ષને પણ નુકશાન ભોગવવાનો વારો આવતો હોય છે. આવું જ એક નિવેદન ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત ચાવડાએ આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું છે આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે.
ADVERTISEMENT
અમિત ચવડાના નિવેદનથી કુતૂહલ સર્જાયું છે. અમિત ચાવડાએ આજે કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે. આખી દુનિયા જાણે છે. તેનાજ ધારાસભ્યોના મો થી પેપર ફૂટ્યું હોય તેનાથી નરેન્દ્ર મોદી હોય, અમિત ચાવડા હોય ભાજપ હોય કે આર એસ એસ હોય તેની પોલ ખૂલી ગઈ છે. અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેવાના બદલે પોતાના પક્ષની બી ટીમ કહી દીધી.
AAP ભાજપને જીતાડવા ગુજરાતમાં આવી: મધુ શ્રીવાસ્ત
મધુ શ્રીવાસ્તવે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, AAP અમને ભાજપને ચૂંટણી જીતાડવા માટે આવી રહી છે. AAPવાળા સરકારમાં નથી આવવાના. AAP અમારી ભારતીય જનતા પાર્ટીને બહુમતિ અપાવવા માટે આવી છે. આનાથી અમારે ભાજપને કોઈ નુકસાન નહીં થાય, નુકસાન કોંગ્રેસને જ થવાનું છે. નોંધનીય છે કે, વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વિવાદિત નિવેદનોના કારણે ઘણીવાર ચર્ચામાં આવી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમણે AAPને ભાજપની જ ટીમ ગણાવી દીધી છે. જોકે હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે શું વાઘોડિયામાંથી ફરી ભાજપ તેમને ટિકિટ આપે છે કે પછી આ વખતે કોઈ નવા ઉમેદવારને તક આપે છે.
ADVERTISEMENT