સુરતઃ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના અત્યારે એકપછી એક વિવાદિત વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેના પરિણામે તે વધુને વધુ મુશ્કેલીમાં ફસાતા નજરે પડી રહ્યા છે. ક્યારેક તેમના મંદિર વિરોધી વીડિયો તો ક્યારેક નરેન્દ્ર મોદી પર વિવાદિત ટિપ્પણની જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જોકે આ તમામ વિરોધ વચ્ચે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગોપાલ પાટીદાર હોવાથી તેને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. તેવામાં સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં AAPએ ત્રિરંગા યાત્રા કાઢી હતી. જેમાં તેમણે ગોપાલ ઈટાલિયાને સાથ અને સમર્થન આપવાની ટકોર કરી હતી.
ADVERTISEMENT
સુરત ખાતે તિરંગા યાત્રાનું આયોજન
ગોપાલ ઈટાલિયાને સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લોકોએ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી બાજુ ભાજપને પાટીદાર વિરોધી સરકારના બેનરો લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયા અત્યારે વાઈરલ વીડિયોના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં આ વીડિયો વોરનો શું અંજામ આવશે એ જોવાજેવું રહેશે.
ભાજપને વધુ વીડિયો વાઈરલ કરવા ઈસુદાનની ચેલેન્જ, પાટીદારો ફેક્ટર વિશે કહ્યું..
ઈસુદાને ત્યારપછી જણાવ્યું કે અમારી ચેલેન્જ છે ભાજપને કે જેટલા વીડિયો ગોપાલના વાઈરલ કરવા હોય એટલા કરજો. પાટીદારોને આ વીડિયોના માધ્યમથી જે ગોપાલ ઈટાલિયાને બદનામ કરાઈ રહ્યા છે એનો વળતો જવાબ આપવા અપિલ કરવામાં આવી છે. જેમ કેસુભાઈ, ગોરધનભાઈ સહિતના અન્ય પાટીદાર યુવાનોને દબાવી દેવાયા એમ ગોપાલ સાથે આવું કરવામાં ભાજપ સફળ થઈ શકી નથી. આની સાથે ઈસુદાવ ગઢવીએ પટેલ સમાજને સોશિયલ મીડિયામાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ટકોર કરી હતી.
ઇટાલિયાનો વાણી વિલાસ કરશે આપને નુકશાન?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા ટ્વિટર યુદ્ધ બાદ હવે વિડીયો યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. રાજકારણમાં જૂની વાત ક્યારે તાજી થઈ જશે તે નક્કી નથી થતું ત્યારે હવે સોશિયલ મીડિયા વધુ એક્ટિવ થતાં ની સાથે જ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વાણી વિલાસને કારણે સતત ચર્ચામાં છે ત્યારે હવે છેલ્લા બે દિવસ થી ગોપાલ ઇટાલીયાના જૂના વિડીયો વાઇરલ થઈ રહ્યા છે.
ગોપાલ ઇટાલીયાના આવા અનેક વિડીયો સામે આવે તો નવાઈ નહીં. ગોપાલ ઇટાલીયા અનેક વખત વાણી વિલાસના કારણે ચર્ચામાં આવી ચૂક્યા છે ત્યારે આવનાર સમયમા ગોપાલ ઇટાલીયાની મુશ્કેલીમાં વધારો થશે તે નક્કી છે. આમ આદમી પાર્ટી વિવાદિત નેતાઓના રાજીનામાં લેવામાં જાણીતી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલીયાનું રાજીનામું લઈ શકે છે કેજરીવાલ.
ADVERTISEMENT