AAPએ ઉમેદવારોની સાતમી યાદી બહાર પાડી, જેમાં વધુ 13 મૂરતિયાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં જાહેરા થવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સાતમી યાદી બહાર પાડી દીધી છે. જેમાં આ યાદી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં જાહેરા થવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સાતમી યાદી બહાર પાડી દીધી છે. જેમાં આ યાદી દરમિયાન AAPએ વધુ 13 મૂરતિયાઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે એકબાજુ અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીએ સાતમી યાદી બહાર પાડતા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વળી આજે શુક્રવારથી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય રાજ્યના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ 6 જનસભા સંબોધવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 28મીએ મોડવા હડફ અને કાંકરેજમાં જનસભા સંબોધ્યા પછી તેઓ 29મીએ ડેડિયાપાડા તથા ચીખલીમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પર અવલોકન કરશે. ઉલ્લેખનીય છેકે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ દરેક સભામાં સાથે રહેશે. ઈસુદાન ગઢવીએ પણ બીજી બાજુ આપનનો પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે.

AAP દ્વારા સાતમી યાદીમાં વધુ 13 ઉમેદવારોના નામ જાહેરઃ

  1. કડીથી આમ આદમી પાર્ટીએ એચ.કે.ડાભીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  2. ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે.
  3. વઢવાણથી હિતેશ પટેલને ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીએ ઉતાર્યા છે.
  4. મોરબીથી આમ આદમી પાર્ટીએ પંકજ રંસારિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  5. જસદણથી તેજસ ગાજીપારાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  6. જેતપુર (પોરબંદર)થી આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  7. કલવડથી ડો.જિગ્નેશ સોલંકીને આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે.
  8. જામનગર ગ્રામ્યથી પ્રકાશ ડોંગાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  9. મહેમદાબાદથી આમ આદમી પાર્ટીએ પ્રમોદભાઈ ચૌહાણને પસંદ કર્યા છે.
  10. લુણાવાડાથી નટવરસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  11. સંખેડાથી રંજન તડવીને આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે.
  12. માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામિતને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  13. મહુવા (બારડોલી)થી કુંજન પટેલ ડોડિયાને આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે.

સાતમી યાદીઃ

અગાઉ AAP દ્વારા અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની 6 યાદી

છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર  કરવામાં આવ્યા 

  1. રાપર – અંબાભાઈ પટેલ
  2. વડગામ- દલપત ભાટીયા
  3. મેહસાણા- ભગત પટેલ
  4. વિજાપુર- ચિરાગભાઈ પટેલ
  5. ભિલોડા- રુપસિંહ ભગોડા
  6. બાયડ- ચુન્નીભાઈ પટેલ
  7. પ્રાંતિજ- અલ્પેશ પટેલ
  8. ઘાટલોડિયા- વિજય પટેલ
  9. જૂનાગઢ- ચેતન ગજેરા
  10. વિસાવદર- ભુપત ભાયાણી
  11. બોરસદ- મનિશ પટેલ
  12. આંક્લવ- ગજેન્દ્ર સિંહ
  13. ઉમરેઠ- અમરિશભાઈ પટેલ
  14. કપડવંજ- મનુભાઈ પટેલ
  15. સંતરામપુર- પર્વત વાગોડીયા ફૌજી
  16. દાહોદ- પ્રો. દિનેશ મુનીયા
  17. માંજલપુર- વિરલ પંચાલ
  18. સુરત – ઉત્તર મહેદ્ર નવાડીયા
  19. ડાંગ- સુનીલ ગામીત
  20. વલસાડ- રાજુ મર્ચા

પાંચમી  યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા 

  1. ભુજ- રાજેશ પંડોરિયા
  2. ઇડર- જયંતીભાઈ પ્રણામી
  3. નિકોલ- અશોક ગજેરા
  4. સાબરમતી- જસવંત ઠાકોર
  5. ટંકારા- સંજય ભટાસના
  6. કોડીનાર- વાલજીભાઈ મકવાણા
  7. મહુધા- રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
  8. બાલાસિનોર- ઉદેસિંહ ચૌહાણ
  9. મોરવા હડફ- બનાભાઈ ડામોર
  10. ઝાલોદ- અનિલ ગરાસિયા
  11. ડેડીયાપાડા- ચૈતર વસાવા
  12. વ્યારા- બિપીન ચૌધરી

ચોથી યાદીમાં 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

  1. હિંમતનગર- નીરમલસિંહ પરમાર
  2. ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
  3. સાણંદ- કુલદીપ વાઘેલા-
  4. વટવા- બિપીન પટેલ-
  5. ઠાસરા- નટવરસિંહ રાઠોડ
  6. અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
  7. કેશોદ- રામજીભાઈ ચુડાસમા
  8. શેહરા- તકતસિંગ સોલંકી
  9. કાલોલ (પંચમહાલ)- દિનેશ બારીયા
  10. ગરબાડા- શૈલેષ કનુભાઈ ભાભોર
  11. લિંબાયત- પંકજ તયડે
  12. ગણદેવી- પંકજ પટેલ

ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર

  1. નિઝર- અરવિંદ ગામિત
  2. માંડવી- કૈલાશ ગઢવી
  3. દાણીલીમડા- દિનેશ કાપડિયા
  4. ડીસા- ડૉ.રમેશ પટેલ
  5. વેજલપુર- કલ્પેશ પટેલ
  6. સાવલી- વિજય ચાવડા
  7. ખેડબ્રહ્મા-  બિપીન ગામેતી
  8. નાંદોદ- પ્રફુલ વસાવા
  9. પોરબંદર- જીવન જુંગી
  10. પાટણ- લાલેશ ઠક્કર

બીજી યાદીમાં 09 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર

  1. ચોટીલા- રાજુ કરપડા
  2. માંગરોળ- પિયુષ પરમાર
  3. ગોંડલ- નિમિષાબેન ખૂંટ
  4. ચોર્યાસી બેઠક- પ્રકાશ કોન્ટ્રાક્ટર
  5. વાંકાનેર- વિક્રમ સોરાણી
  6. દેવગઢ બારીયા- ભરત વાકલા
  7. અમદાવાદની અસારવા બેઠક- જે.જે.મેવાડા
  8. ધોરાજી- વિપુલ સખીયા
  9. જામનગર ઉત્તર બેઠક- કરશન કરમુર

પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

  1. દિયોદર- ભેમાભાઈ ચૌધરી
  2. સોમનાથ- જગમાલભાઈ વાળા
  3. છોટા ઉદેપુર- અર્જુનભાઈ રાઠવા
  4. બેચરાજી- સાગરભાઈ રબારી
  5. રાજકોટ(ગ્રામીણ)- વશરામભાઈ સાગઠિયા
  6. કામરેજ- રામ ધડૂક
  7. રાજકોટ દક્ષિણ- શિવલાલ બારસીયા
  8. ગારીયાધાર- સુધીરભાઈ વાઘાણી
  9. અમદાવાદ નરોડા- ઓમપ્રકાશ તિવારી
  10. બારડોલી- રાજેન્દ્ર સોલંકી

With Inputs- સૌરભ વક્તાનિયા

    follow whatsapp