અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં રાજકીય પક્ષોની તડામાર તૈયારી વચ્ચે AAP દ્વારા ચૂંટણી ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી દેવામાં આવી છે. આ વેળાએ પાર્ટીએ 12 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે અગાઉ અત્યારસુધી AAP દ્વારા કુલ 41 નામોને જાહેર કરી દેવાયા હતા. તેવામાં કેજરીવાલે નવા મૂરતિયાઓ જાહેર કરી દીધા છે.
ADVERTISEMENT
ઉમેદવારો અને ટિકિટ વિશે વિગતવાર માહિતી
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી પાંચમી યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામ બહાર પડાયા છે.
- ભૂજથી રાજેશ પંડોરિયાને ટિકિટ મળી છે
- ઈડરથી જયંતીભાઈ પ્રણામીને ટિકિટ મળી છે
- અમદાવાદની નિકોલ બેઠક પર અશોક ગજેરા ટિકિટ મળી છે
- અમદાવાદની સાબરમતી બેઠક પર જશવંત ઠાકોરને ટિકિટ મળી છે
- ટંકારા બેઠક પર સંજય ભટાસણાને ટિકિટ મળી છે
- કોડિનાર બેઠક પરથી વાલજીભાઈ મકવાણાને ટિકિટ મળી છે
- મહુધા બેઠક પરથી રવજીભાઈ વાઘેલાને ટિકિટ મળી છે
- બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણને ટિકિટ મળી છે
- મોરવા હડફ બેઠક પરથી બાનાભાઈ ડામેરને ટિકિટ મળી છે
- ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવાને ટિકિટ મળી છે
- તાપીની વ્યારા બેઠક પરથી બીપીન ચૌધરીને ટિકિટ મળી છે
AAPએ 53 મૂરતિયાઓ ઉતાર્યા ચૂંટણી મેદાનમાં..
આમ આદમી પાર્ટીએ અત્યારસુધી કુલ 53 ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમાં 41 પહેલા જાહેર થઈ ચૂક્યા હતા અને આજે વધુ 12 ઉમેદવારોને જાહેર કરાયા છે. ગોપાલ ઈટાલિયા આ અંગે કહી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીએ નવો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે. પહેલા ચૂંટણીના ગણતરીના સમય પહેલા જ ઉમેદવારોના નામ જાહેર થતા હતા. હવે તેઓ અત્યારથી જ આ અંગે જાહેરાતો કરતા હોય છે. જોકે અત્યારસુધી કોઈ પાર્ટીએ આ પ્રથા શરૂ કરી નથી. આ તો માત્ર આમ આદમી પાર્ટી જ શરૂ કરી શકે છે.
ADVERTISEMENT